
એક પ્રેમ કહાની જે ખાટી થઈ ગઈ, એક cold-blooded murder અને એક યુવાન છોકરીની આત્મહત્યા. ઑક્ટોબર 2012 માં, બેંગલુરુમાં એવા સમાચાર આવ્યા કે એક ઉદ્યોગપતિની પુત્રી, 22 વર્ષીય એસ.પી.સૌમ્યા સલોનીએ તેના બોયફ્રેન્ડની મદદથી તેના મંગેતરની હત્યા કરી નાખી.
તે મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની શંકા હતી કે તેની મંગેતરની અન્ય મહિલાઓ સાથે દોસ્તી હતી જેના કારણે તેની હત્યા થઈ. પોલીસે જણાવ્યું હતું કે તેણીએ કરેલા મેસેજોથી લઈને બ્રાઉઝિંગ HISTORY સુધી, તેણીએ અજાણતાં પુરાવાનો એક પગેરો છોડી દીધો હતો જેના લીધે સૌમ્યા માત્ર જેલમાં જ પહોંચચી હતી – – પણ આખરે આ હત્યા તેણીનું મૃત્યુનું કારણ પણ બન્યું હતું.
એક પ્રેમ કહાની જે ન હતી
ઉદ્યોગપતિ પ્રકાશ સુલેંગીની પુત્રી સૌમ્યા, બેંગલુરુના પીન્યાની રહેવાસી હતી. સુરાના કોલેજની આ મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની એક સારી વિદ્યાર્થી હતી. 2011 માં, તે ફેસબુકના માધ્યમ થી 27 વર્ષીય નીતીશને મળી, જે Accenture નામની આઈ ટીનો કર્મચારી હતા. નીતીશ રાજાજીનગરમાં રેહતો અને ધીરે ધીરે બન્ને યુવાનો જલ્દી પ્રેમમાં પડ્યા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “બંનેના માતા-પિતાએ આ સંબંધની મંજૂરી આપી હતી .” સપ્ટેમ્બર 2011 માં, આ યુગલે સગાઈ કરી. પરિવારો ખુશ હતા અને માનતા હતા કે તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે. પરંતુ સૌમ્યાને ટૂંક સમયમાં જ ખબર પડી કે નીતિશ અન્ય મહિલાઓ સાથે દોસ્તી રાખે છે, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે પણ સૌમ્યા તેને મળતી ત્યારે નીતિશે પોતાનો બચાવ કરતા કહેતો કે તેઓ “માત્ર મિત્રો” છે. અધિકારીએ ઉમેર્યું હતું કે, સંબંધોમાં ખટાશ આવવા લાગી અને તેમનું મળવાનું પણ ઓછું થય ગયું .
પોલીસ ચાર્જશીટ મુજબ, આ દરમિયાન સૌમ્યા 24 વર્ષીય પાર્શ્વનાથ માલાગટ્ટીને મળી હતી, જે બેલાગવી જિલ્લાના વતની હતા અને બેંગલુરુમાં રહેતા હતા. સૌમ્યા અને પાર્શ્વનાથ, જે એક BBMનો વિદ્યાર્થી હતો, એક સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર મળ્યા અને તેમના ફોન પર સંદેશાઓની આપલે કરવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં, તેઓ પ્રેમમાં પડ્યા, એવું પોલીસે જણાવ્યું હતું.
એમોનિયમ સલ્ફેટથી ભરેલું પીણું
પોલીસના જણાવ્યા અનુસાર, સૌમ્યા પાર્શ્વનાથ સાથે પ્રેમમાં પડ્યા પછી તેણે નીતિશ સાથે લગ્ન ન કરવાનો અને તેની હત્યા કરવાનો નિર્ણય લીધો. 22 ઓક્ટોબર, 2012ના રોજ સૌમ્યાએ નીતિશને અરિશિનાકુંટે પાસે મળવા કહ્યું. નીતીશ બાઇક પર સ્થળ પર આવ્યો, સૌમ્યા પાછળ બેઠી અને તેઓ NICE રોડ થઈને બેનરઘટ્ટા તરફ ગયા, પોલીસે જણાવ્યું. પાર્શ્વનાથ પાછળ ગયો. થોડી વાર પછી સૌમ્યાએ નીતિશને જ્યુસ પીવા માટે બાઇક રોકવા કહ્યું. પોલીસે કહ્યું કે તે એમોનિયમ સલ્ફેટથી ભરેલું હતું જેના વિષે નીતીશ અજાણ હતો . નીતિશે જ્યુસ પીધો, તેને ઉલટીઓ થઈ અને તે જમીન પર પડી ગયો.
આ પણ વાંચો:શા માટે અયોધ્યા રામમંદિરનું નિર્માણ નગારા સ્થાપત્ય શૈલીમાં થયું છે
આરોપીઓને કેવી રીતે ટ્રેક કરવામાં આવ્યા હતા
બેનરઘટ્ટા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બીકે કિશોર કુમાર આ કેસમાં તપાસ અધિકારી હતા. પોલીસે નીતિશ વિશે માહિતી એકઠી કરીને હત્યાની તપાસ શરૂ કરી હતી. પોલીસને ખબર પડી કે તેણે સૌમ્યા સાથે સગાઈ કરી છે અને તેને જે છેલ્લો ફોન આવ્યો તે તેનોજ હતો.
તપાસનો ભાગ બનેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે તપાસ કરી હતી કે તેણીનો મોબાઇલ ફોન પણ તે દિવસે તે જ જગ્યાએ સક્રિય હતો કે કેમ અને તે આવું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સૌમ્યા પર શંકા કરે છે તે જાહેર કર્યા વિના તપાસ આગળ ધપાવી તપાસ ટીમે નીતિશ અને સૌમ્યા જે રસ્તો લઇ શક્ય હોઈ તે રસ્તાના CCTV ફૂટેજ તપાસ્યા. “ફૂટેજ તપાસ્યા પછી, પોલીસને જાણવા મળ્યું કે સૌમ્યા નીતીશ સાથેજ હતી. 29 ઓક્ટોબરના રોજ પોલીસે સૌમ્યાની ધરપકડ કરી હતી પરંતુ પાર્શ્વનાથ ગુમ હતો,” અધિકારીએ ઉમેર્યું.
જીએન નાગેશ, જે હાલ બેંગલુરુના કામક્ષિપાલ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, છે તે સમયે બન્નરઘટ્ટામાં સબ-ઇન્સ્પેક્ટર હતા. નાગેશ યાદ કરતા કહ્યું કે કેવી રીતે તેણે એક ટીમનું નેતૃત્વ કર્યું જે બેલાગવી ગઈ અને પાર્શ્વનાથની ધરપકડ કરી. નાગેશે કહ્યું કે “પાર્શ્વનાથએ પોલીસ સમક્ષ હત્યાની કબૂલાત કરી હતી.
પાર્શ્વનાથ બેરોજગાર હતો અને બેલગવી નગરમાં રહેતો હતો. નીતીશની હત્યાના એક દિવસ પહેલા તે બેંગલુરુ આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. સૌમ્યા અને પાર્શ્વનાથ વચ્ચેના કેટલાક સંદેશાઓ કેસમાં નિર્ણાયક પુરાવા તરીકે સાબિત થયા. સોમ્યા, નાગેશે જણાવ્યું હતું કે, કોઈને મારવા માટે શ્રેષ્ઠ દવા શોધવા માટે Google નો ઉપયોગ કર્યો હતો અને એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કર્યો હતો જે તેણીને પાર્શ્વનાથે ખરીદી ને આપ્યું હતું .
જામીન, પછી આત્મહત્યા દ્વારા મૃત્યુ
નીતિશની હત્યા 2012માં હેડલાઈન્સ બની હતી. સૌમ્યાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. બાદમાં તેણીને જામીન પર મુક્ત કરવામાં આવી હતી. પરંતુ માર્ચ 2013 માં, સૌમ્યાએ તેના પીન્યા ખાતેના નિવાસસ્થાને આત્મહત્યા કરીને ટેબુ મૃત્યુ થયું હતું. સૌમ્યએ કરેલી આ હત્યાની ઘટનાથી તેના પરિવારને સમાજમાં નામોશી મળી જેનાથી સૌમ્ય ને આઘાત લાગ્યો હતો જેને સ્વીકારવામાં સૌમ્ય અસમર્થ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે તેણીએ આ કારણે આત્મહત્યા કરી છે,”
એપ્રિલ 2015 માં, બેંગલુરુ ગ્રામીણ જિલ્લા અદાલતે માલાગટ્ટીને નિર્દોષ જાહેર કર્યો. કોર્ટે અવલોકન કર્યું હતું કે ફરિયાદી માલાગટ્ટીનેદોષિત ઠેરવવા માટે પ્રત્યક્ષ પુરાવા પર નહીં પણ સંજોગોવશાત્ પુરાવા પર આધાર રાખે છે. તે સાબિત કરવા માટે જ્યારે કોર્ટે એમ પણ કહ્યું કે તે સ્પષ્ટ છે કે નીતિશનું મૃત્યુ હત્યા હતું. એક પોલીસ અધિકારીએ કહ્યું કે સોમ્યાનું મૃત્યુથી કેસમાં મોટો આંચકો હતો. “માલાગટ્ટીને ન્યાય અપાવવા માટે તેણીના નિવેદનની જરૂર હતી. ઉપરાંત, સૌમ્યાના મૃત્યુ પછી, તપાસકર્તાઓએ કેસમાં રસ દાખવવાનું ઓછું કર્યું,” એવું અધિકારીએ ઉમેર્યું.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં