- ડમ્પર અને ખાનગી બસ વચ્ચે સર્જાયો અકસ્માત
- 7થી ૮ લોકો આગમાં લપેટાયા, ૧૩ જેટલા લોકોની દાઝી જવાની માહિતી
મધ્યપ્રદેશના ગુના જીલ્લામાં ભયંકર અક્સ્સામત સર્જાયો હતો જેમાં 7 લોકો બસમાં જ સળગી ગયા હતા અને ૧૬ લોકો દાઝી ગયા હતા અકસ્માત એટલો ભયાનક હતું કે જે 7 લોકો આગથી સળગી ગયા હતા તેમના મૃતદેહો એક બીજા સાથે લપેટાઈ ગયા હતા અને બસ ડ્રાઈવરનું પણ મૃત્યુ થયું છે એવા સમાચાર છે પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ડ્રાઈવર અને કંડકટર દારૂના નશામાં હતા અને દાઝી ગયેલા ૧૩ જેટલા મુસાફરોને ગુના જીલ્લા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા
મળતી માહિતી અનુસાર બુધવારે બસ ગુનાથી હારોન તરફ આશરે ૮.30 ના અરસામાં જઇ રહી હતી અને સામેથી આવતા ડમ્પર સાથે બસ ટકરાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો બસ ડમ્પર વચ્ચે અથડામણ થતા જ બસ પલટી ખાઈ ગઈ હતી અને બસમાં આગ લાગી હતી ગુના એસ.પી વિજય કુમારે જણાવ્યું હતું કે બસમાં આશરે 30 જેટલા મુસાફરો સવાર હતા
અકસ્માતની જાણ થતા જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને આગને કાબુ મેળવવા આશરે બેથી અઢી કલાકનો સમય લાગ્યો હતો બસમાંથી કુલ ૧૩ જેટલા શવો મળી આવ્યા હતા જેમાંથી 7 થી ૮ મૃતદેહો એક બીજા સાથે ચોટી ગયા હતા અને જયારે ફાયરના જવાનો મૃતદેહો બહાર કાઢી રહ્યા હતા ત્યારે મૃતદેહોના અંગો પણ અલગ થઇ ગયા હતા મૃતદેહો એવી રીતે સળગી ગયા હતા કે પરિવારના સભ્યો પોતાના પરિવારના વ્યક્તિને પણ ન ઓળખી શકે
બસ અને ડમ્પર ટકરાતા અકસમાત સર્જાયો હતો એક સાક્ષીએ જણાવ્યું હતું કે ડમ્પર ડ્રાઈવર ખીણમાં નીચે ઉતારી રહ્યો હતો અને કાબુ ગુમાવતા ડમ્પર સીધું બસ સાથે અથડાયો હતો પરંતુ મુસાફરોએ જણાવ્યું હતું કે અકસ્માત થયા પછી એક કલાક સુધી કોઈ મદદ માટે આવું ન હતું જેના કારણે વધુ લોકો આગની ચપેટમાં આવી ગયા હતા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં