- ધરતી પરનું અમૃત એટલે મધ
- દરરોજ મધના સેવનથી થાય છે ફાયદો
- અનેક બીમારીઓથી આપે છે રક્ષણ
આયુર્વેદમાં મધને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર મઘ તમને ઘણી ગંભીર સમસ્યાઓથી બચાવી શકે છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી પણ છે.શિયાળામાં લોકો ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ઓછી કરવા માટે મધનો ઉપયોગ ઘરગથ્થુ ઉપાય માટે કરે છે.તેમાં કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેંગનીઝ, ઝિંક જેવા તમામ પોષક તત્વ હોય છે. આ વજન ઓછુ કરવાની સાથે ઘણી બીમારીઓને કંટ્રોલ કરવામાં તમારી મદદ કરે છે.
ખાંસીથી છુટકારો
મઘમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ખાંસીને શાંત કરવામાં મદદ કરે છે. જો તમે સતત ખાંસીથી પરેશાન છો તો એવામાં મધ તમારી મદદ કરી શકે છે. એક ચમચી મધમાં હળદર અને થોડો આદુનો રસ મિક્સ કરીને ત્રણ વખત પીવો. તેનાથી ખાંસીની સમસ્યા દૂર થઈ જશે.
હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક
એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર મધ હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હાજર પ્રોપોલિસ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડના લેવલને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. પરંતુ જો તમને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો એક્સપર્ટની સલાહ લઈને ડાયેટમાં મધ શામેલ કરો.
રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે મધ
મધમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. જેનાથી તમે ઘણા પ્રકારના ઈન્ફેક્શન અને બીમારીઓથી બચી શકો છો.
પાચનતંત્રને સ્વસ્થ્ય રાખવામાં ફાયદાકારક
જે લોકોને પાચન સંબંધી સમસ્યા છે તેમના માટે મધ રામબાણ ઈલાજ છે. પાચનને સ્વસ્થ્ય રાખવા માટે તમે નાસ્તો કરતા પહેલા એક કપ ગરમ પાણીમાં એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પી શકો છો તેનાથી તમને ફાયદો મળી શકે છે.
સારી ઉંઘ માટે
રાત્રે સારી ઉંઘ આવે તેના માટે પણ તમે મઘનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી મધ મિક્સ કરો અને તેને પી લો. આમ કરવાથી તમને સારી ઉંઘ મળશે.
વજન ઘટાડવામાં અસરકારક
મઘ મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. જેનાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. તેના ઉપરાંત ભૂખને પણ કંટ્રોલ કરે છે. જેનાથી વધારે ભોજન કરવાની ટેવથી બચી શકાય છે. જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો રોજ સવારે એક ગ્લાસ હુફાળા પાણીમાં મધ અને લીંબૂનો રસ મિક્સ કરીને પીવો.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.