જો તમે પણ ભગવાન રામના દર્શન કરવા ઈચ્છો છો તો હવે તમારે ચિંતામુક્ત થઇ જવાની જરૂર છે કારણ કે હવે સુરત થી અયોધ્યાની ફ્લાઈટ શરુ થવા જઇ રહી છે આ ફલાઈટ તમને માત્ર એક જ દિવસમાં અયોધ્યા પહોચાડશે તો ચાલો જાણીએ કઈ ફલાઈટ છે ક્યારે શરુ થશે ? કેટલુ ભાડું છે અને કેવી રીતે તમને અયોધ્યા પહોચાડશે
અયોધ્યામાં રામ રામ લલ્લાનો પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યકર્મ થવાનો છે જેને લઈને અયોધ્યા સહીત દેશભરમાં ઉત્સાહથી તેયારીઓ ચાલી રહી છે અને ૨૨ જાન્યુઆરી પી.એમ મોદી સહીત દેશભરમાંથી મેહમાનો અને લાખો ભક્તો અયોધ્યા દર્શન કરવા પહોચશે અને જો તમે પણ ભગવાન રામના દર્શન કરવા ઈચ્છો તો ટૂક સમયમાં જ સુરત થી અયોધ્યા માટે એર ઇન્ડિયાની ફ્લાઈટ શરુ થવા જઇ રહી છે અને આ ફ્લાઈટ તમને એક જ દિવસમાં અયોધ્યા પહોચાડશે
સુરતીઓ ખાવા માટે શોકીન છે અને સુરતનું જમણ એ વિશ્વમાં પ્રખ્યાત છે પણ અત્યારે સુરતીઓ અયોધ્યા ખાતે ૨૨ જાન્યુઆરી થવા જઇ રહેલા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યકર્મની તેયારીઓમાં વ્યસ્ત છે ત્યારે ટ્રેન નું બુકિંગ ફૂલ થઇ હવે બુકિંગ મળી રહ્યું નથી ત્યારે મળતી માહિતી મુજબ 15 જાન્યુઆરીથી એર ઇન્ડિયાની સુરત થી અયોધ્યાની ફ્લાઈટ શરુ થવા જઇ રહી છે આ ફ્લાઈટ સુરતથી બેંગ્લોર, બેંગ્લોરથી ગ્વાલિયર, ગ્વાલિયરથી દિલ્હી અને દિલ્હીથી તમને સીધું અયોધ્યા પહોચાડશે
ફ્લાઈટનું ભાડું અલગ અલગ દિવસનું અલગ અલગ છે જો તમે ૧૫ જાનુઆરી કરાવો તો તમને આ ભાડું ૫,૫૧૩ વ્યક્તિ દીઠ પડશે આ ફ્લાઈટ તમને 15મી એ સાંજે 9.20 એ ઉપડશે અને બીજા દિવસે સવારે 11.20 એ અયોધ્યા પહોંચાડી દેશે
જો તમે તારીખનું બુકિંગ જોશો તો ૧૬ તારીખનું ભાડું તમને ૫,૨૪૯ બતાવશે અહી નોધનીય છે જેમ જેમ દિવસ નજીક આવતું જશે તેમ તેમ ભાડામાં પણ વધારો થશે હાલમાં સુરત થી અયોધ્યા જવા માટેના ભાડા ૫૦૦૦ થી લઈને ૧૫૦૦૦ પહોંચી ગયા છે વધુ માહિતી માટે તમે જે તે વેબ સાઈટ પર જોઈ શકો છો અને દર્શન માટે અયોધ્યા જઇ શકો છો
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં