રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) લાગૂ થતા વિદ્યાર્થી બીજી કોલેજના પણ અમુક વિષયો સિલેક્ટ કરી શકે, સિસ્ટમમાં તેવું પણ પ્રાવધાન કરેલ છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ માટે જે નવી ERP સિસ્ટમ બનાવામાં આવી છે તેમાં ઓનલાઇન પ્રિરજીસ્ટ્રેશન, પ્રિએનરોલમેન્ટ મોડયુલમાં વિધાર્થીના એનરોલમેન્ટ ફોર્મ ભરાશે, એનરોલમેન્ટ જનરેટ થશે અને વિદ્યાર્થીને મોબાઈલ એપ્લિકેશનમાં તેમના યુઝરનેમ અને પાસવર્ડ મળશે. જેમાં વિદ્યાર્થીને બાસ્કેટ મુજબના વિષયોની માહિતી જોવા મળશે. જયારે કોલેજ પણ પોતાના લોગીનમાં એનરોલમેન્ટની બધી માહિતી ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
એડમિશન મોડયુલમાં બધી કોલેજોમાં ચાલતા કોર્ષ અને વિષયોની માહિતી આપવામાં આવે છે, જયારે સરકાર દ્વારા GCAS પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે તેનું પણ ઈન્ટિગ્રશન કરવામાં આવશે. કોઈ બીજી યુનિવર્સિટીનો વિદ્યાર્થી અન્ય યુનિવર્સિટીમાં જવા માગતો હોય તો તેને પ્રોવિઝનલ એલિજીબીલીટી સર્ટિફિકેટ (PEC) કઢાવવાનું રહે છે, ત્યારબાદ જે તે કોલેજે જઈને એડમિશન લે છે અને પછી ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ (FEC) મળે છે, તેના માટે એલિજિબિલિટી મોડયુલ બનાવવામાં આવેલ છે જેથી કરીને કોઈપણ ફ્રોડ યુનિવર્સીટી કે એવા વિદ્યાર્થીઓ આપણી યુનિવર્સિટીમાં એડમિશન ના લે. જો કોઈ વિદ્યાર્થી આપણી યુનિવર્સીટીમાંથી બીજી યુનિવર્સીટીમાં જવા ઈચ્છે છે તો તેના માટે માઇગ્રેશન મોડયુલ બનાવવામાં આવેલ છે જેમાં જે તે વિદ્યાર્થી માઇગ્રેશન સર્ટિ. કઢાવીને બહારની યુનિવર્સીટીમાં જઈ શકે.જેમાં વિધાર્થીની ડિગ્રીની માહિતી હશે જેથી કરીને સામેની યુનિવર્સીટીને પણ એડમિશન આપવામાં સરળતા રહે અને કોઈ ફ્રોડ થવાની સંભાવના ના રહે.સ્ટુડન્ટ અટેન્ડન્સ મોડયુલ દ્વારા યુનિવર્સીટીના બધા ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની ઓનલાઇન એટેન્ડન્સ લેવામાં આવશે અને તેની જાણ વાલીને પણ થશે. આ સાથે કોઈ વિદ્યાર્થીને રજા પર જવું છે તો તેના માટે પણ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા એપ્રુવલ લેવાનું રહેશે.
આ ઉપરાંત પરીક્ષા વિભાગ માટે પ્રિ એક્ઝામિનેશન પ્રોસેસ મોડ્યુલ ઓનલાઇન એડમિટ કાર્ડ અને ફ્રી એક્ઝામ રિપોર્ટ્સ મોડ્યુલ રીઝલ્ટ પ્રોસેસિંગ ફોર ઓલ કોર્સિસ હરી ચેકિંગ અને રીએસેસમેન્ટ મોડ્યુલ ઓનલાઈન રિઝલ્ટ / માર્કશીટ પબ્લીકેશન અને કન્વોકેશન, ઓનલાઇન ઇન્ટર્નલ એસેસમેન્ટ માર્ક્સ મોડ્યુલ, ઓનલાઇન પ્રેક્ટીકલ માર્ક સબમીશન મોડ્યુલ ઓનલાઈન રિઝલ્ટ અને ગ્રેડ કાર્ડ અને માર્કશીટ મોડ્યુલ દ્વારા બધી પરીક્ષા ની કામગીરી ડિજિટલ કરવામાં આવશે.
ડિજિટલ ક્વેશ્ચન બેંક અને પેપર જનરેશન મોડ્યુલ દ્વારા પરીક્ષા સેન્ટર પર પરીક્ષાના અડધા કલાક પહેલા પેપર પહોંચાડવામાં આવશે, જે પેપર જે તે સેન્ટરના હોદેદાર મારફત જ ડાઉનલોડ કરી શકાશે. આ સાથે દરેક પેપર પર એક સિક્યુરિટી કોડ હશે. જો કોઈ પેપર લીક થાય છે તો તેને આ કોડ મારફતે ટ્રેકિંગ અને ટ્રેસિંગ દ્વારા ક્યા સેન્ટરે અને કેટલા વાગ્યે લીક થયેલ છે તે માહિતી મેળવી શકાશે.યુનિવર્સિટીમાં લેવાતી તમામ પ્રકારની ફી જેવી કે નવી કોલેજના જોડાણની ફી, ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીની એકેડેમિક ફી, એનરોલમેન્ટની ફી, કોઈપણ પ્રકારના સર્ટિફિકેટ જેવા કે ડુપ્લીકેટ ડિગ્રી સર્ટિફિકેટ, PEC સર્ટિફિકેટ કે માઈગ્રેશન
સર્ટિફિકેટ વગેરેની ફી ડિજિટલ લેવાશે, જેમાં વિદ્યાર્થી ઓનલાઇન જ જે તે ફી નું પેમેન્ટ કરી શકશે અને ત્યારે જ તેની રસીદ પણ મેળવી શકશે. તદુપરાંત એકેડેમિક મોડયુલ એટલે કે ટીચર ક્રેડિટ સિસ્ટમ, જેમાં બધા ટીચરના ડિગ્રી જેવીકે યુજી છે કે પીજી અને તેમના અત્યાર સુધીના અનુભવ પરથી ક્રેડિટ સ્કોર બને તે પ્રકારની સિસ્ટમ બનાવવામાં આવેલ છે.કોલેજ એફિલેસન મોડયુલ જેમાં તમામ પ્રકારની કોલેજ જેમને નવી કોલેજને જોડાણ આપવું, ચાલુ કોલેજને જોડાણ આપવું અથવા કોઈ કોલેજમાં નવા અભ્યાસક્રમ માટેની અરજી, આ તમામ પ્રકારની વ્યવસ્થા LIC મારફતે ડિજિટલ કરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારના રિપોર્ટ ઓનલાઈન જનરેટ થશે.
ફાઈલ ટ્રેકિંગ મોડયુલમાં યુનિવર્સીટીના આંતરિક વ્યવહારો માટે ચાલતી તમામ ફાઈલો ડિજિટલ થશે અને તમામ પ્રકારનું નોટિંગ કે કોની પાસે કેટલા દિવસ ફાઈલ પડી છે, કોને શું રિમાર્ક આપ્યા છે તે બધી પ્રક્રિયા ડિજિટલ કરવામાં આવી છે. આ તમામ આખી ERP ને પુરા સિસ્ટમ અને કંટ્રોલથી કોમ્યુટર સેન્ટરની દેખરેખ હેઠળ કરવામાં આવશે, જેમાં કોમ્યુટર સેન્ટરને તમામ પ્રકારની જવાબદારી આપવામાં આવશે.
આ ઉપરાંત યુનિવર્સીટીના ક્યા મેમ્બરને સિસ્ટમના કેટલા અધિકારો આપવા તે પણ નક્કી કરી શકશે. પે રોલ મોડયુલમાં એમ્પ્લોયની સેલેરી સરકારના નિયમો મુજબ જે પે લાગુ પડતા હોય તે મુજબની સેલેરી સિસ્ટમ મારફતે જનરેટ થશે અને સેલેરી સ્લીપ જનરેટ કરવાની કામગીરી પણ ઓનલાઇન થશે.કુલપતિએ વધુમાં જણાવ્યું કે આ સાથે ઓનસ્ક્રીન ઈવેલ્યુએશન મોડયુલ પણ લાગૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં ટીચર પોતાના લોગીનમાંથી વિદ્યાર્થીની ઉત્તરવહીનું ડિજિટલ ઇવેલ્યુએશન કરી શકશે. વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણી શકે તે માટે ઓનલાઇન લર્નિંગ મેનેજમેન્ટ મોડયુલ પણ વિકસાવવામાં આવ્યું છે. સાથે લર્નિંગ મટેરિયલ ડિજિટલ સ્ટોરેજ સિસ્ટમ પણ બનાવેલ છે જેમાં બધું લર્નિંગ મટેરિયલ ઉપલબ્ધ થશે.સ્ટાફની ભરતી માટે જાહેરાત આપીએ ત્યારથી ઇન્ટરવ્યૂના અલગ અલગ રાઉન્ડ થી લઈને ઓફર લેટર આપવા સુધીની બધી કામગીરી ઓનલાઇન રિક્રુટમેન્ટ મોડ્યુલ માં આવરી લેવામાં આવેલ છે. આ સાથે
દરેક એમ્પ્લોયની તમામ વિગતો એમ્પ્લોઇ રેકોર્ડ્સ મેનેજમેન્ટ મારફતે ડિજિટલ સ્ટોરેજમાં રહેશે. દરેક એમ્પ્લોયીની બાયોમેટ્રિક મશીન દ્વારા પંચિંગ કરીને હાજરી લેવાની રહેશે, જે બાયોમેટ્રિક મશીન સિસ્ટમ સાથે ઇન્ટીગ્રેટેડ કરવામાં આવશે, જેમાં જે તે એમ્પ્લોય કેટલા વાગ્યે આવે છે અને જાય છે તે તમામ માહિતી યુનિવર્સીટીને મળશે.
યુનિવર્સીટીના તમામ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને આપેલી તારીખથી તમામ પ્રકારની રજા ઓનલાઈન મુકવાની રહેશે, જેમાં જે તે એમ્પ્લોયની રજા તેના ઉપરી અધિકારી દ્વારા ઓનલાઇન અપ્રુવ કરવાની રહેશે, જેમાં અમુક દિવસોથી વધારાની રજાઓ રજીસ્ટ્રાર અને કુલપતિ સુધી એપ્રુવલ માટે જશે.ડૉ. દેસાઈએ કહ્યું કે, આવનારી NAAC માટે જે કંઈ ડેટાની જરૂરિયાત હશે તે મુજબનું NAAC મોડયુલ બનાવવાનું છે જેમાં અત્યારથી જ ક્યા પ્રોફેસરે કેટલા રિસર્ચ કર્યા છે, કેટલા પેપર પબ્લિશ કર્યા છે તેનું રેગ્યુલર અપડેટ લઈને આવતા NAAC માટેનું પ્લાનિંગ અત્યારથી જ કરવામાં આવશે.એકાઉન્ટ ડીપાર્ટમેન્ટમાં જે કઈપણ બિલ કે એડવાઈસ આવે છે આ તમામ ડિજિટલ થશે, અને તમામનું એપ્રુવલ પણ ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગમાં ડિજિટલ થશે. આ ઉપરાંત બિલ ચુકવણું અને બેલેન્સશીટ માટેની કામગીરી પણ ડિજિટલ થશે. યુનિવર્સિટીનું બજેટીંગ ERP સિસ્ટમમાં મેનેજ થશે, સાથે યુનિવર્સિટીમાં ચાલતા સ્ટડી સેન્ટર પણ ડિજિટલ થશે.
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો એલુમની ડેટાબેઝ બનશે, જેમાં યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ છે, શુ જોબ કરે છે, કેટલા પેકેજ પર છે, એવી તમામ વિગતો મેનેજ થશે.યુનિવર્સિટીનું તમામ પરચેઝ, તમામ સ્ટોક એટલે કે સ્ટોર અને એસેટ મેનેજમેન્ટ બજેટ મોડયુલ સાથે લિંકઅપ રહી અને ટેન્ડર કરવાથી લઈને ચુકવણા કરવા સુધીની બધી કામગીરી ડિજિટલ થશે.યુનિવર્સીટીના બધા વાહનોનું ટ્રેકિંગ મેનેજ થશે. યુનિવર્સીટીના ગેસ્ટ હાઉસમાં આવતા તમામ ગેસ્ટની માહિતી ડિજિટલ સ્ટોર થશે અને તેમના બિલ પણ ડિજિટલ બનાવવામાં આવશે.યુનિવર્સીટીના વિદ્યાર્થીઓનો Allumani Database બનશે, જેમાં યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ કઈ જગ્યા એ છે, શુ જોબ કરે છે, કેટલા પેકેજ પર છે, એવી તમામ વિગતો મેનેજ થશે.યુનિવર્સિટીમાં થતી તમામ ઇવેન્ટ જેવી કે એથ્લેન્ટિક, યુથ વગેરેની માહિતી જેવી કે કઈ કોલેજમાંથી કેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો, કેટલા વિદ્યાર્થી વિજેતા થયા તે તમામ કામગીરી ડિજિટલ કરવામાં આવશે.આ બધું વ્યૂ કંટ્રોલ યુનિવર્સીટી દ્વારા નક્કી કરવામાં આવેલ છે જેમાં ડે ટુ ડે ની જરૂરી વિગતો વિદ્યાર્થી અને એમ્પ્લોયને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં