વાયબ્રન્ટ ગુજરાત સમિટએ બે દાયકામાં સમિટ ઓફ સક્સેસ બની ચુકી છે. આ સફળતામાં ગુજરાતના પાયારૂપ ઉદ્યોગોનો વિશેષ ફાળો રહ્યો છે. સુરતનો હીરા ઉદ્યોગ આવો જ એક ઉદ્યોગ છે, જેને રોજગાર-સર્જનમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. ચાલો, રૂબરૂ થઈ ગુજરાતના આ ઝળહળતા ઉદ્યોગના ઉજ્જવલ પાસાઓથી.
ગુજરાતનો હીરા ઉદ્યોગ, ભારતના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર અને વૈશ્વિક હીરા-બજારમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ગુજરાતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં ઝળહળી રહ્યો છે. તમને કદાચ એ જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં દસમાંથી આઠ હીરા, એ ગુજરાતના કુશળ કારીગરોના કૌશલ્યથી નિર્મિત થાય છે. હવે સતત વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા, ગુજરાત સરકારે સુરત ખાતે ડાયમંડ બુર્ઝની સ્થાપના કરી છે. 6.6 મિલિયન ચોરસ મીટરમાં ફેલાયેલું હીરાનું આ વેપાર કેન્દ્ર વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણ અવસરે તેની પ્રસંશા પણ કરી હતી.
સુરતનો હીરા ઉદ્યોગ પહેલાથી જ આઠ લાખથી વધુ લોકોને રોજગારી આપી રહ્યો છે. ત્યારે હવે સુરત ડાયમંડ બુર્સ પણ દોઢ લાખ લોકોને રોજગારી આપવા જઈ રહ્યું છે. હું સુરતના હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોની પ્રશંસા કરવા માંગુ છું, જેમને આ ઉદ્યોગના વિકાસમાં યોગદાન આપ્યું. નવી ઊંચાઈઓ સર કરવા દિવસ-રાત કામ કર્યું છે.
સુરત કાપડ ઉદ્યોગની સાથે હિરા ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે. હિરા ઉદ્યોગની આ ચમકને ગ્લોબલ પ્લેટફોર્મ આપીને સુરતની ડાયમંડ સીટીની ઓળખને વિશ્વ સમક્ષ આધુનિક ઓપ સાથે મુકવાનું સ્વપ્ન આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવ્યું હતું. તો કિરણ ડાયમંડ્સના મેનેજર રાજુભાઈ પટેલ સમજાવે છે કે કેવી રીતે વાઈબ્રન્ટ ગુજરાતે આ ક્ષેત્રના વિકાસને વેગ આપ્યો.
હાલ 40 થી 42 દેશોમાં માલ જાય છે અને તે પ્રમાણે આપણા ગુજરાતનો વિકાસ પણ વધ્યો છે. સાહેબે વાઇબ્રન્ટ ગુજરાતમાં ડાયમંડવાળાઓને સાથે રાખી કામ કર્યું, એટલે વિકાસ વધ્યો છે. હીરા નિર્માણ કેન્દ્રમાં કામ કરતા કર્મચારી સૌરભ ગોસ્વામીએ, કર્મચારીઓને આપવામાં આવતા પગાર વધારા પર ખુશી વ્યક્ત કરી છે. નિષ્ણાતોના મતે હીરા ઉદ્યોગની જેમ જ ગુજરાતનું જેમ્સ એન્ડ જ્વેલરી પણ વિસ્તારની વ્યાપક સંભાવનો ધરાવે છે.
બ્યુરો રિપોર્ટ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો


