ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ માર્ચ 2024 માં લેવાયેલ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે 9 મે 2024 ના રોજ જાહેર થતાં રોજબર્ડ’ઝ સ્કૂલના સામાન્ય પ્રવાહ નાં વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. 4 વિદ્યાર્થીઓએ A1[ચૌહાણ રવિન્દ્ર અંગદ, ચાવડા અલ્પા ગણેશભાઈ, સેનાપતિ વિભૂતિભૂષણ બસંતા, વર્મા સાક્ષી જયપ્રકાશ] તેમજ 7 વિદ્યાર્થીઓએ [સુથાર માયા જગદીશભાઈ, દેવાસી જશોદા ચેલારામ, વિશ્વકર્મા સાક્ષી અરવિંદભાઈ, મોર્યા અમન બ્રિજેશ, છીપા લકી હેમરાજ, સુથાર મીઠાલાલ રૂપલાલ, જયસ્વાલ દ્રષ્ટિ બબલુ] A2 ગ્રેડ પ્રાપ્ત કરી સ્કૂલનું તેમજ માતા પિતાનું ગૌરવ વધાર્યું છે.
શ્રેષ્ઠ પરિણામ મેળવનાર દરેક વિદ્યાર્થી ની અથાગ મહેનત, સ્કૂલ મેનેજમેન્ટ તેમજ શિક્ષકોના સકારાત્મક પ્રયત્નો, માતા-પિતાનો સપોર્ટ રહેલો છે. શ્રેષ્ઠ પરિણામ મેળવનાર દરેક વિદ્યાર્થીઓ જીવનની દરેક પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરતા રહે દરેક મુકામ પર શ્રેષ્ઠ પરિણામ મેળવે ખૂબ પ્રગતિ કરે તેવી સ્કૂલ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી….
Related Stories
January 13, 2025