સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ગોરીયાવડ અને મેતાસર ગામ વચ્ચે રૂ. 3.90 કરોડના ખર્ચે બની રહેલા રોડ (Road) નું કામ ગ્રામજનોએ અટકાવી દીધું છે. નબળી ગુણવત્તાના કામનો આરોપ લગાવીને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
આ રસ્તાના નવીનીકરણનું ખાતમુહૂર્ત ગત 26 મેના રોજ દસાડાના ધારાસભ્ય પી. કે. પરમારના હસ્તે ગોરીયાવડ ખાતે કરવામાં આવ્યું હતું. માવસર-ગોરીયાવડ-મેતાસર-અંબાળા રોડ (Road) પ્રોજેક્ટ અંતર્ગત આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.
જાગૃત નાગરિકના વીડિયોથી ઉઠ્યા રોડ (Road) ની ગુણવત્તા પર સવાલો
થોડા સમય અગાઉ આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, એક જાગૃત નાગરિકે રોડ (Road) ના કામનો વીડિયો બનાવીને તેની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિક લોકોએ કામ અત્યંત નબળી ગુણવત્તાનું હોવાનો આરોપ લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.
હલ્લાબોલ સાથે રોડ (Road) નું કામ બંધ કરાવાયું
ગ્રામજનો મોટી સંખ્યામાં કામની જગ્યાએ એકઠા થયા હતા અને હલ્લાબોલ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને દસાડા તાલુકાના ગોરીયાવડ-મેતાસર રોડ (Road) નું કામ બંધ કરાવી દીધું હતું. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે રોડ બનાવવામાં વપરાતું ડામર અને અન્ય મટીરીયલ અત્યંત નબળી ગુણવત્તાનું છે. લોકોનું કહેવું છે કે આવું કામ કરવામાં આવશે તો રોડ લાંબો સમય ટકશે નહીં અને સરકારના કરોડો રૂપિયા પાણીમાં જશે.
ઉચ્ચ સ્તરીય તપાસની ગ્રામજનોની માંગ
પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું હતું કે, જ્યાં સુધી આ રોડ (Road) કામની ન્યાયિક અથવા ઉચ્ચ સ્તરીય તપાસ નહીં થાય અને ગુણવત્તાયુક્ત કામ શરૂ નહીં થાય ત્યાં સુધી તેઓ કામગીરી ફરી શરૂ થવા દેશે નહીં. ગ્રામજનોની આ ચેતવણી બાદ તંત્રની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી

