પાટણ (Patan) શહેરની શ્યામવિલા હોસ્પિટલમાં એક મહિલા દર્દીનું સારંગગાંઠના ઓપરેશન બાદ મોત થતાં ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાના પરિવારજનોએ ડૉક્ટર મુકુંદ પટેલ પર બેદરકારીનો આરોપ મૂક્યો છે.
પાટણ (Patan) ની શ્યામ હોસ્પિટલના ડૉક્ટર પર બેદરકારીનો આરોપ
પરિવારજનોના આરોપ મુજબ, ઓપરેશન બાદ એક દિવસ પણ ડૉક્ટરે દર્દીની મુલાકાત લીધી ન હતી. વધુમાં, દર્દીના પરિવારે આરોપ મૂક્યો છે કે ડૉક્ટરે સરકારી કાર્ડથી સારવાર કરાવવા પર જવાબદારી ન લેવાનું કહ્યું હતું. રોકડ રકમથી સારવાર કરાવવા પર જ દર્દીનો જીવ બચાવવાની ખાતરી આપી હતી.
કેસ દબાવવા પરિવારને પૈસા ઓફર કર્યા
મહિલાની પુત્રી કાજલ સાધુએ જણાવ્યું કે કેસ દબાવવા માટે ડૉક્ટરે પૈસાની ઓફર પણ કરી હતી. બનાવને પગલે બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ, ડૉક્ટર મુકુંદ પટેલનું કહેવું છે કે ઓપરેશન બાદ દર્દીની તબિયત સારી હતી. સાત વર્ષ પહેલાં પણ મહિલાએ ઓપરેશન કરાવ્યું હતું. તેમને આંતરડા અને અન્ય અવયવોમાં તકલીફ હતી. શ્વાસ અને ડાયાબિટીસની બીમારી પણ હતી. સ્વાસ્થ્ય બગડતાં ICUમાં દાખલ કરવાની સલાહ આપી હતી, પરંતુ પરિવાર સંમત ના થયો.
આ પણ વાંચો : ટોમ ક્રૂઝ (Tom Cruise) તેના છેલ્લા મિશન માટે તૈયાર છે… નવું મિશન ઇમ્પોસિબલ (Mission Impossible) ટ્રેલર દમદાર છે
પાટણ (Patan) માં મહિલાની સારવાર બાદ હોસ્પિટલમાં મોત નીપજતા એક પરિવારે તેમનું સ્વજન ગુમાવ્યું છે. બીજી તરફ તબીબની બેદરકારીના આક્ષેપ સામે તબીબે પણ સ્પષ્ટતા કરી પોતાનો બચાવ પક્ષ મૂક્યો છે, ત્યારે હવે પી. એમ રિપોર્ટમાં મહિલાના મોતનું સાચું કારણ શું આવે છે તે જોવું રહ્યું.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી