સામાન્ય રીતે આઇટી (IT) વિભાગ GST તેમજ CGST ટેક્સ મોટી આર્થિક આવક ધરાવતા લોકો પાસેથી વસૂલ કરતો હોય છે. જોકે થોડા દિવસ પહેલાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના તાલુકાના રતનપુર ગામનો યુવક અમદાવાદમાં 12000ના પગારે નોકરી કરે છે, તેને આવકવેરા (IT) વિભાગે તેના નામે થયેલા 36 કરોડનો હિસાબ રજૂ કરવા નોટિસ ફટકારી હતી. તે બાદ હવે કોડીનારના એક યુવક સાથે પણ આવું બન્યું છે.
હોટેલમાં ચા વેચનાર વ્યક્તિને IT એ 115 કરોડની નોટિસ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં રહેતા અને કોડીનાર એસટી બસ સેટેશન પાસે આવેલા શિવ પાર્ક નામની રેસ્ટોરન્ટમાં કામ કરીને મહિને રૂ.10,000નો પગાર મેળવતા શેખ આસિફભાઈ મહમ્મદભાઈ નામના યુવકને આવકવેરા (IT) વિભાગે 3 નોટિસ ફટકારીને તેના નામે થયેલા 115 કરોડ 92 લાખ 09 હજાર 921 રૂપિયાનાં ટ્રાન્ઝેક્શનનો ખુલાસો માગ્યો છે. જોકે અચાનક આવકવેરા (IT) વિભાગ દ્વારા રૂપિયા 115 કરોડ 92 લાખ 09 હજાર 921 રૂપિયાની નોટિસ આવતા સમગ્ર પરિવારમાં ખળભળાટ સર્જાયો છે. મહિને રૂ.10,000નો પગાર મેળવતા આસિફભાઈએ કહ્યું હતું કે પોતે ભણેલા નથી અને તેમણે કોઈ દિવસ 2 લાખ રૂપિયા પણ જોયા નથી. જ્યારે નોટિસ આવી ત્યારે તેમના બેન્ક ખાતામાં માત્ર રૂ.475 હતા. આ યુવકે કોડીનાર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર બાબતે અરજી કરી છે.
કોડીનારનો આસિફ શેખ જે રેસ્ટોરન્ટમાં મહિને દશ હજારમાં ચા વેચવાની નોકરી કરે છે તે રેસ્ટોરન્ટનાં માલિકનું કહેવું છે કે ‘આસિફ છેલ્લા વીસ વર્ષથી અહીંજ કામ કરે છે.તેની ઘરની સ્થિતિ ખૂબ દયનીય છે.તે ભાડાનાં મકાનમાં રહે છે. મકાન માલિક તેમની પાસે 32 હજાર રૂપિયા ભાડાનાં માંગે છે જ્યારે હું 80 હજાર માંગુ છું તે પહેલેથી જ કર્જનાં બોજ નીચે દબાયેલો છે.આ આસિફની પહેલી પત્ની બીમાર હતી.જેનું મોત થયું હતું જેને એક દીકરો અને એક દીકરી છે. જ્યારે આસિફે પત્નીનાં મૃત્યુ બાદ બીજા લગ્ન કર્યા છે જે પત્નીને પણ દીકરો અને દીકરી બે સંતાનો છે. આમ તેમને ચાર સંતાનો છે. આ પરિવારમાં કુલ 6 સદસ્યો છે અને ભાડાનાં મકાનમાં રહે છે. આસિફ તેના પરિવારનું ભરણ પોષણ દશ હજાર રૂપિયામાં કરે છે. તો એક અબજ અને 15 કરોડ રૂપિયા લાવે ક્યાંથી?
આ પણ વાંચો : PBKS vs KKR: રહાણેએ કહ્યું- પંજાબ સામેની હાર માટે હું જવાબદાર છું; પોન્ટિંગે ચહલ વિશે કહી ચોંકાવનારી વાત
યુવકે કોડીનાર પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબતે કરી અરજી
મહિને દશ હજાર કમાનારને 115 કરોડની આવકવેરા (IT) વિભાગ દ્વારા નોટિસ મળતા આસિફ પોલીસ સ્ટેશને દોડી ગયો હતો અને પોલીસને અરજી આપી પોતા પર અચાનક આવેલી આફતનું નિરાકરણ કરવા આજીજી કરી રહ્યો છે. જો કે મોટો સવાલ એ છે કે આવકવેરા (IT) વિભાગ દ્વારા 115 કરોડની નોટિસ એક ગરીબને આપવા પાછળ શું કારણ હશે? શું આવકવેરા (IT) વિભાગ દ્વારા છબરડો કરવામાં આવ્યો છે કે, પછી કોઈ કૌભાંડીએ સામાન્ય નાગરિકના નામનો ઉપયોગ કરીને કોઈ મોટું કૌભાંડ આચર્યું? શું આસિફ મોહમદ શેખનાં પાન કાર્ડનાં આધારે કોઈ એ મોટુ ટ્રાજેક્શન કરી આસિફને ફસાવી દીધો કે કેમ? આવા અનેક સવાલો ઉઠ્યા છે જોકે આગામી દિવસોમાં આ સમગ્ર મામલે શું ખુલાસો થાય તે જોવું રહ્યું.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી