સસ્તા અનાજ (Grain) ની દુકાનેથી ગેરકાયદેસર રીતે અનાજ સગેવગે થવાના અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા હોય છે. ગરીબ અને પાત્ર લાભાર્થીઓના હકનું અનાજ (Grain) અનાજ માફિયાઓ દ્વારા કાળા બજારમાં ફેરવવામાં આવી રહ્યું હોવાની વધુ એક ગંભીર ઘટના હવે વાવ થરાદમાં લાખણી પંથકમાંથી સામે આવી છે.
સસ્તા અનાજ (Grain) ની દુકાનોમાં ચાલતો ગેરકાયદેસર કારોબાર
લાખણી તાલુકાના જડીયાળી ગામે લાંબા સમયથી ગ્રામજનોને શંકા હતી કે ગરીબો માટેનું સસ્તું અનાજ (Grain) ગેરકાયદેસર રીતે બહાર વેચવામાં આવી રહ્યું છે. આ શંકાના આધારે ગામના કેટલાક જાગૃત યુવકો સસ્તા અનાજ (Grain) ની દુકાનના સંચાલક પર નજર રાખી રહ્યા હતા. આ દરમિયાન ગઇકાલે યુવકોને બાતમી મળી હતી કે સસ્તા અનાજનો જથ્થો ધાનેરા લઈ જવામાં આવશે.
ચાલકના ગલ્લાતલ્લા જવાબો, પોલીસ અને મામલતદાર દોડી આવ્યા
બાતમી પ્રમાણે જેવું જડીયાળી ગામમાંથી ચોખા ભરેલું પીકઅપ ડાલું ધાનેરા તરફ નીકળ્યું કે તરત જ ગ્રામજનોએ ગામની સીમમાં જ વાહન અટકાવી દીધું હતું અને પીકઅપના ચાલકની પૂછપરછ કરતા તેણે ગલ્લાતલ્લા જવાબો આપતા ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતા લાખણી પોલીસ અને લાખણીના મામલતદાર એમ.ડી. ભાવસાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : Accident: હારીજ-ચાણસ્મા હાઇવે પર વડીલ વંદના કાર્યક્રમથી પરત ફરતી બસ પલટી: 2ના મોત, 18 ઈજાગ્રસ્ત
મામલતદારની કાર્યવાહી, અનાજ (Grain) સરકારી ગોડાઉનમાં જમા
ઘટનાસ્થળે પહોંચેલા મામલતદારે તાત્કાલિક કાર્યવાહી કરી ચોખાનો જથ્થો સરકારી ગોડાઉનમાં જમા કરાવ્યો હતો. સાથે જ સસ્તા અનાજના કાળા કારોબારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વીડિયો વાયરલ, દુકાન સંચાલક બચાવમાં ઉતરતો નજરે પડ્યો
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પીકઅપનો ચાલક ચોખા ભરેલા હોવાનું અને ધાનેરા લઈ જઈ રહ્યો હોવાનું સ્વીકારી રહ્યો છે. જોકે બચાવમાં તે આડાઅવળા જવાબો આપતો દેખાય છે. આ દરમિયાન સસ્તા અનાજની દુકાનનો સંચાલક રમેશભાઇ પણ ઘટનાસ્થળે દોડી આવી ચાલકના સમર્થનમાં ગ્રામજનોને વાહનની ચાવી આપવા દલીલો કરતા દેખાય છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
