- ઉનાની રામનગરની પ્રાથમિક શાળામાં ભ્રષ્ટાચારનો થયો ઘટસ્ફોટ
- તાલુકા શિક્ષણ અધિકારીએ રેકર્ડ કર્યું જપ્તે
- આચાર્ય પર ખોટા વાઉચર પર સાઇન કરી કર્યો ભ્રષ્ટાચાર નો આક્ષેપ
- આરટીઆઇ ની માહિતીમાં સંપૂર્ણ ઘટનાનો થયો વિસ્ફોટ
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના રામનગર ખારામાં આવેલ પ્રાથમિક શાળામાં જાગૃત નાગરિક દ્વારા આરટીઆઇ ની માહિતી મંગાતા મોટો ભ્રષ્ટાચાર બહાર આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો.ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના રામનગર ખારા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં આચાર્ય પર ભ્રષ્ટાચાર કર્યા હોવાનો ખુલાસો આરટીઆઇ કાર્યકર્તા ભરતભાઈ રાઠોડ દ્વારા માંગેલ માહિતીમાં થતા ઉના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો. સંપૂર્ણ માહિતી બહાર આવતા ઉના પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારી વાઢેર સાહેબ તેમજ સ્ટાફ શિક્ષણ સ્ટાફ રામનગરની પ્રાથમિક શાળામાં આવી પહોંચ્યાં હતાં. ત્યારબાદ એસએમસીના સભ્યો મધ્યાન ભોજન સંચાલકો આરટીઆઇ કાર્યકર્તા ભરતભાઈ રાઠોડ,ભોલુ ભાઈ રાઠોડ વગેરે ની સાથે રહીને સંપૂર્ણ ઘટનાની તપાસ શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી. જેમાં મનીષાબેન, દુધીબેન ,નિમુબેન અને રસમિતાબેન દ્વારા અધિકારી સમક્ષ વાઉચરમાં અમારી સાઇન નથી તેવું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ શિક્ષણ અધિકારી સાહેબ દ્વારા સંપૂર્ણ રેકોર્ડની તપાસ કરી વાઉચરની ખરાઈ કરતા સંપૂર્ણ રેકોર્ડ જપ્ત કરી જે કોઈપણ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હશે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની કરવાની બાહેધારી આપી હતી. સામાજિક કાર્યકર અને જાગૃત આર.ટી.આઈ કાર્યકર્તા ભરતભાઈ રાઠોડ દ્વારા આ સંપૂર્ણ ભ્રષ્ટાચાર બહાર આવતા સંપૂર્ણ શિક્ષણ જગતમાં ખળભળાટ ખળભચી ગયો હતો. જો આવી જ રીતે ઉના તાલુકામા અન્ય પણ પ્રાથમિક શાળાઓમાં તપાસ કરવામાં આવે તો અનેક જગ્યાએ મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે તેવી લોકોમાં પણ ચર્ચા જાગી છે.
માવજી વાઢેર, ઉના, ગીર સોમનાથ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો