અમદાવાદ શહેરના અનેક વોર્ડમાં ગંદા અને પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને વિપક્ષ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નો ઉગ્ર ઘેરાવો કરવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન ‘ભાજપ તુને ક્યાં કિયા, અમદાવાદ કો બીમાર કિયા’ જેવા સૂત્રોચ્ચાર સાથે ભાજપ શાસિત AMC સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકોને ગંદું પાણી મળતું હોવાના મુદ્દે વિપક્ષે તંત્રની બેદરકારી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
VVIP બંદોબસ્તમાં વ્યસ્ત AMC અધિકારીઓ પર આરોપ
AMC કચેરી ખાતે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ આ વિરોધમાં વિપક્ષના નેતા તથા કોંગ્રેસ શહેર પ્રમુખ સોનલ પટેલ સાથે અન્ય કોંગ્રેસના કોર્પોરેટરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે AMCના અધિકારીઓને VVIP બંદોબસ્ત અને કાર્યક્રમોમાં વ્યસ્ત રાખવામાં આવે છે, જ્યારે સામાન્ય પ્રજાને પીવા માટે પ્રદૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે. જેના કારણે શહેરના નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે.
પ્રદૂષિત પાણીની બોટલ સાથે મેયરને આવેદનપત્ર
કોંગ્રેસ પક્ષે નગરજનોને તાત્કાલિક શુદ્ધ અને સલામત પીવાનું પાણી પૂરું પાડવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો તેમની માંગો પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિરોધ દરમિયાન વિપક્ષના કોર્પોરેટરો દ્વારા પ્રદૂષિત પાણીની બોટલો સાથે રાખીને મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને શહેરના પાણી પ્રશ્ને તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
