વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી જેટકો વીજ કંપનીની કચેરીમાં ગત રાત્રી(9 જાન્યુઆરી)એ ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરો (Thieves) અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ભારે અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં સિક્યુરિટી ગનમેને આત્મરક્ષામાં ફાયરિંગ કરતા એક ચોરને હાથમાં ગોળી વાગી ઇજા પહોંચી હતી, જ્યારે બે અન્ય તસ્કરો (Thieves) ને કરજણ પોલીસે સ્થળ પરથી ઝડપી લીધા હતા. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ચોરો (Thieves) દ્વારા સિક્યુરિટી પર પથ્થરમારો
મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે આશરે બેથી વધુ તસ્કરો (Thieves) જેટકો વીજ કંપનીની કચેરીની દીવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા. ચોરી કરવાની નીતિ સાથે પ્રવેશ કરેલા તસ્કરો (Thieves) પર સિક્યુરિટી જવાનોની નજર પડતાં તરત જ તેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ચોરોએ સિક્યુરિટી કર્મચારીઓ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.
આત્મરક્ષામાં ગનમેનનું ફાયરિંગ
ચોરો (Thieves) ના હુમલાના જવાબમાં ફરજ પર હાજર સિક્યુરિટી ગનમેને આત્મરક્ષા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન ગોળી લાગતાં એક ચોરના હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ દરમિયાન સિક્યુરિટી સ્ટાફ અને સિક્યુરિટી ગનમેને તસ્કરોને પકડી પાડવામાં સફળતા મેળવી હતી, જ્યારે કેટલાક ચોર અંધારાનો લાભ લઈ ફરાર થવામાં સફળ રહ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
ઘાયલ તસ્કરને હોસ્પિટલમાં ખસેડાયો
ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી અને ઘાયલ થયેલા ચોરને સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત ચોર ક્રિશ વિજય વધારીને ગંભીર ઇજાઓને લઈ સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યો છે.જ્યાં તેની સર્જરી કરવામાં આવશે. બાદમાં કરજણ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ અંગે જેટકોના એન્જિનિયર જે. કે. પટેલે જણાવ્યું હતું કે, સિક્યુરિટી દ્વારા સ્વબચાવમાં ફાયરિંગ કરાયું છે. ઘટનાસ્થળ પ્રતિબંધિત વિસ્તાર હોવાથી ફૂટેજ જાહેર કરી શકાય તેમ નથી અને સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
