ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું ખાસ વિશેષ મહત્વ રહેલું હોવાથી લોકો તેનાથી પરિચિત થાય તે હેતુથી ભરૂચ “પાંજરાપોળ અને ગ્રીન ભરૂચ”ના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ તુલસી દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.પદ્મપુરાણમાં દર્શાવ્યાં મુજબ આખી પૃથ્વીના ફૂલ અને પાનમાંથી જેટલી દવાઓ બને છે તેના કરતાં પણ વધુ દવાઓ માત્ર એક જ તુલસીના છોડમાંથી બને છે.હિન્દુઓના દરેક શુભ કાર્યમાં અને ભગવાનની પ્રસાદીમાં તુલસીના પાનનો ઉપયોગ થાય છે.જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે છે.તુલસીના પાનમાં વિશિષ્ટ પ્રકારનું તેલ રહેલું હોવાથી ડેન્ગ્યુ, કોલેરા, મલેરીયા અને કોરોના જેવી ગંભીર બીમારીઓના શુક્ષ્મ જીવાણુઓ નાશ પામે છે.તુલસીના મુખ્ય બે પ્રકાર છે (૧)લીલા પાનવાળી રામ તુલસી અને (૨)કાળા પાનવાળી શ્યામ તુલસી.આયુર્વેદ મુજબ તુલસી અનેક રોગોની રામબાણ ઔષધી છે.તુલસી કડવી, તીખી, ગરમ, કફ-વાત શામક, કૃમિ-દુર્ગંધનાશક, રક્તશોધક , હૃદયોત્તેજક તથા પિત્તવર્ધક છે.તુલસીની નજીક જે પણ મંત્ર-સ્તોત્ર કે પાઠ કરવામાં આવે તો તેનું પુણ્ય અનંત ગણું ફળ આપે છે.બ્રહ્મવૈવર્ત પુરાણમાં દર્શાવ્યાં મુજબ મનુષ્યના મૃત્યુના સમયે તેના મુખમાં તુલસીનું પાન મૂકવામાં આવે તો તે મનુષ્યના જીવનના તમામ પાપોનો નાશ થઈ મનુષ્યને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે.સ્કંદ પુરાણમાં દર્શાવ્યાં મુજબ જે ઘરમાં તુલસીનું રોજ પૂજન થતું હોય ત્યાં યમદૂતો પ્રવેશી શકતાં નથી.પદ્મ પુરાણમાં દર્શાવ્યાં મુજબ મનુષ્યના મૃત્યુ બાદ તુલસીના લાકડાથી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તે મનુષ્યનો પુનર્જન્મ થતો નથી અને મનુષ્યને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે.રોજ સવારે તુલસીના ૫ થી ૭ પાન ચાવીને ખાવાથી મનુષ્યમાં હિમોગ્લોબીન અને યાદ શક્તિ વધે છે.તુલસીનું વૈજ્ઞાનિક નામ ઓસિમમ સેન્કટમ છે.તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે.તુલસીના પાનમાં ઇથર નામનું રસાયણ રહેલું હોવાથી મચ્છર જેવા સૂક્ષ્મ જીવાણુઓ દૂર ભાગે છે.તુલસીનો છોડ ઉચ્છવાસમાં ઓઝોન વાયુ બહાર કાઢે છે.જે મનુષ્ય માટે સ્ફૂર્તિ દાયક છે.લોકો ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ઉજવાતા અને ખાસ કરીને આજની નવી પેઢી તુલસી માતાના પૂજનથી પરિચિત થાય તે હેતુથી ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટીશ્રી મહેન્દ્રભાઈ કંસારા, ગ્રીન ભરૂચ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટીશ્રી નિકુંજભાઈ ભટ્ટ અને સામાજિક કાર્યકર શ્રી રશમિકાંત કંસારાએ તુલસીપૂજનનું વિશેષ મહત્ત્વ સમજાવ્યું હતું.જેમાં બાળકો અને આસપાસના રહીશોએ મોટી સંખ્યામાં હાજર રહીને ખૂબ જ ઉત્સાહપૂર્વક તુલસી માતાનું પૂજન, અર્ચન, દર્શન, આરતી અને પ્રસાદ કર્યો હતો.વધુમાં ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટીશ્રી મહેન્દ્રભાઈ કંસારાએ બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે આપણે દરેક જણ તુલસીના છોડનો માતાની જેમ ઉછેર કરીશું તો તુલસી માતા આપણા ઘરને કોરોના જેવી ગંભીર બીમારીઓથી દૂર રાખશે અને તમામ પ્રકારના રોગો સામે આપણને લડવાની શક્તિ આપશે.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને લોકોએ પોતાના ઘરને આંગણે રહેલા તુલસીમાતાનું પણ પૂજન-અર્ચન કર્યું હતું.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.