સુરત. આગામી ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટને લઈને આજરોજ શહેરની ખ્યાતનામ લે મેરિડીયન હોટેલ ખાતે કેક મિકસિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હોટેલના ચીફ શેફ શશીકાંત રાઠોડે જણાવ્યું હતું કે સમગ્ર વર્લ્ડ માં આ પરંપરા રહી છે કે ક્રિસમસ પહેલા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કેક મિક્સીંગ સેરેમની યોજવાના આવે છે. જેમાં ડ્રાઈ ફ્રુટ્સ સમેત કેક માટેની જરૂરી સામગ્રીઓ મિક્સ કરવામાં આવે છે. આ મીક્સિંગ મેટરિયલને એક વર્ષ સુધી ગેલનમાં ફ્રીઝ કરી દેવામાં આવે છે અને એક વર્ષ બાદ ક્રિસમસ પર તેનો કેક, પેસ્ટી બનાવી હોટલમાં આવનાર ગ્રાહકોને સર્વ કરવામાં આવે છે. આજરોજ હોટેલની ક્લબ લોબી ખાતે આયોજિત કેક મિક્સિગ સેરેમાનીમાં હોટેલના જનરલ મેનેજર પ્રકાશ પરમાર સહિત તમામ સિનિયર અને જુનિયર સેફ અને અન્ય સ્ટાફ હજાર રહ્યો હતો.
Related Stories
January 13, 2025