અગાઉ અમદાવાદ શહેરમાં કુખ્યાત અને ગુનાહિત માનસિકતા ધરાવતા ગુનેગારોના ગેરકાયદેસર મકાન, બિલ્ડિંગ પર બુલડોઝરથી ધમરોળવા માટે જાણીતા યંગ IPS ઓફિસર શ્રી પ્રેમસુખ ડેલૂ નાં ફરીથી બુલડોઝર અભિયાનનો શંખ ફૂકાયો.હાલમાં જામનગર જિલ્લા ખાતે પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી પ્રેમસુખ ડેલૂ IPS એ જામનગર શહેરમાં જુગારનો અડ્ડો થી લઈને સામાન્ય લોકોને રંજાડીને ખૂનની કોશિશ, મારામારી જેવા અસંખ્ય ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજાક સાઇચાનાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર બંગલો બનાવીને કબ્જો કરેલ બંગલો પર બુલડોઝર ફેરવીને જમીન પરાસ્ત કરી નાખવામાં આવેલ
આ કુખ્યાત ગુનેગાર અને તેના પરિવાર વિરૂદ્ધ જામનગર જિલ્લામાં ખુનની કોશિશ, રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, જુગાર, પ્રોહિબિશન જેવા અંદાજિત ૫૦ (પચાસ) કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલ છે.આમ, આવી અસામાજીક પ્રવુતિઓ કરતા ગુનેગાર વિરૂદ્ધ કાર્યવાહી થતા ગુંડાઓમાં ભયનો માહોલ અને જામનગરની પ્રજામાં હર્ષ સાથે સંતોષની લાગણી પ્રસરી ગયેલ છે અને પોલીસ પ્રત્યે ગર્વ સહ વિશ્વાસમાં વધારો થતો જોવા મળેલ છે
અનિલ ગોહિલ, જામનગર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં