બોટાદ જીલ્લામાં આવેલા રાણપુર તાલુકાના નાની વાવડી ગામે માધ્યમિક શાળામાં ગામ લોકોએ શિક્ષણ (Education) નો બહિષ્કાર કર્યો છે. નાની વાવડી ગામે આવેલ સરકારી માધ્યમિક શાળાનાં આચાર્યને પરત લાવવા અથવા નવા કાયમી આચાર્ય મુકવાની માંગને લઈને શિક્ષણ (Education) નો બહિષ્કાર કરવામાં આવ્યો.
માધ્યમિક શાળાના વર્તમાન આચાર્ય રજનીકાંત બાબુલાલ પટેલ છેલ્લા દોઢ વર્ષથી કામગીરી ફેરફાર અંતર્ગત કમિશનર શાળાની કચેરી, ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. અને આ દોઢ વર્ષના સમયગાળા દરમિયાન શાળામાં ઈન્ચાર્જ આચાર્ય ગાડું ચલાવી રહ્યા છે જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે.
બોટાદના નાની વાવડી ગામે શિક્ષણ (Education) નો બહિષ્કાર
શાળામાં ધોરણ 9થી 12માં 100થી 125 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આચાર્ય સહિત કુલ 8 શિક્ષકોનું મહેકમ મંજૂર છે. હાલમાં 4 શિક્ષકો અને 2 જ્ઞાન સહાયક મળી કુલ 6 સ્ટાફ કાર્યરત છે. 2 શિક્ષકોની ઘટ હોવા છતાં આચાર્ય રજનીકાંત પટેલ 22 ઓગસ્ટ 2023થી ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે. આ મુદ્દે નાનીવાવડી ગામના લોકોએ 8 દિવસ પહેલા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ત્આયારે કોઈ નિવારણ નહિ આવતા આજે નાનીવાવડી માધ્યમિક શાળાની બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકત્રીત થઈ સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો અને માધ્યમિક શાળામાં જ્યાં સુધી કાયમી આચાર્યની નિમણૂક કરવામાં નહિ આવે ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કરવાનો ગામલોકોએ નિર્ણય કર્યો છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી