- નવા વર્ષની રાત્રે જ હત્યા થતાં પરિવાર શોકમાં ગરકાવ
- સામાન્ય બોલાચાલીમાં હત્યા કરવામાં આવી
- ડિંડોલી પોલીસે ત્રણે હત્યારાઓની ધરપકડ કરી તેમણે જેલ ભેગો કર્યો
સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે, જેમાં ભેસ્તાન રેલવે ટ્રેક નજીક નજીવી બાબતે થયેલા ઝઘડામાં રિક્ષા ચાલક સહિત 6 જેટલા ઈસમોએ રિક્ષા ચાલક સહિતના સાથે ઝઘડો કર્યા બાદ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. નવા વર્ષની રાત્રે જ હત્યા થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. મૃતક છ બહેનો અને બે ભાઈઓમાં સૌથી નાનો હતો. હાલ હત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 31 મીની રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ એક યુવકને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતાં. મૃતક યુવકનું નામ રાજા કિશન ગાયકવાડ છે. તે બાઇક આગળ પાર્ક રીક્ષા હટાવવા બાબતે રજૂઆત કરતા ઝઘડો થયો હોવાનું અને ત્યારબાદ રાજા કિશનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પરિવારે કહ્યું કે, રાજા કિશન માત્ર 20 વર્ષનો હતો. મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. 6 બહેનો અને બે ભાઈઓમા સૌથી નાનો હતો. મૂળ મહારાષ્ટ્રના રહેવાસી રાજા કિશન રાત્રે પોતાની મહાદેવ નગર-2 સોસાયટીમાંથી સામેની સોસાયટીમાં જવા નીકળ્યો હતો. ત્યારે આજ સોસાયટીમાં રહેતા ઉદય ઉર્ફે ગોલું નામના યુવક રીક્ષા ચાલક સાથે રિક્ષા હટાવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડાના એક કલાક બાદ ઉદય ઉર્ફે ગોલું એ રાજા કિશનને એકલો જોઈ મિત્રો સાથે હુમલો કરી દીધો હતો. જેમાં રાજા કિશનનું મોત નીપજ્યું હતું પોલીસે કહ્યું કે, હત્યા પાછળ વાહન કાઢવામાં અડચણ રૂપ રિક્ષા હટાવવાનો ઝઘડો કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ રાજા કિશનનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ આગળની તપાસ શરૂ કરાશે, હત્યારાઓ હાલ ફરાર છે. પોલીસ શોધખોળ કરી રહી છે. ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મુકેશ ગુરવ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં