Hema Malini Birthday: હેમા માલિની બોલિવૂડની સૌથી ખૂબસૂરત અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીએ 70ના દાયકામાં ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું. તેમની એક્ટિંગ, ડાન્સિંગ અને ડાયલોગ ડિલિવરી ખૂબ ચર્ચા રહી હતી. પરંતુ શું તમે જાણો છો કે હેમા માલિનીને ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતના દિવસોમાં ઘણો સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.
હેમા માલિની (Hema Malini) ને રિજેકશનનો સામનો કરવો પડ્યો
ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર, જ્યારે હેમા માલિની (Hema Malini) એ સાઉથની ફિલ્મોમાં કામ કર્યું ત્યારે તેમને તેમના લૂકના કારણે રિજેકશનનો સામનો કરવો પડ્યો હતો. 1963માં હેમા માલિનીએ એક તમિલ ફિલ્મમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. જ્યારે એક તમિલ પ્રોજેક્ટ Veniradai માં હેમા માલિનીને તેમના પાતળા હોવાના કારણે રિજેક્ટ કરવામાં આવી હતી.
હેમા માલિની (Hema Malini) એ 1968માં હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તે સપનો કા સૌદાગર ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણી રાજ કપૂરની સામેની ભૂમિકામાં હતી. તેમના કામના કારણે તેમને ‘ડ્રીમ ગર્લ’નું બિરુદ મળ્યું. 1970માં રીલિઝ થયેલી ફિલ્મ જોની મેરા નામ તેમના માટે એક સફળતા સાબિત થઈ.
હેમા માલિનીએ આ ફિલ્મોમાં કામ કર્યું હતું
હેમા માલિની (Hema Malini) એ દેવ આનંદ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. આ ફિલ્મ હિટ રહી હતી. આ પછી હેમા માલિનીએ સીતા ગીતા, અંદાજ, સત્તે પે સત્તા અને લાલ પથ્થર, શોલે જેવી ફિલ્મો કરી. તે શોલે ફિલ્મમાં બસંતીના રોલમાં જોવા મળ્યા હતા. હેમા માલિનીનો આ રોલ આજે પણ આઇકોનિક છે. ફિલ્મમાં તેમણે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી.
આ પણ વાંચો: ‘દમ લગા કે હઈશા’ની જેમ ફિનલેન્ડ (Finland) માં પણ પુરૂષો પોતાની પત્નીને લઈને દોડે છે, જેમાં જીતવા પર આટલું ઈનામ મળે છે
હેમા માલિની છેલ્લે શિમલા મિર્ચ ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેમણે એક થી રાની ઐસી ભી, અમન કે ફરિશ્તે, બુઢા હોગા તેરા બાપ, બાબુલ, વીર-ઝારા, હે રામ, સ્વામી વિવેકાનંદ, આતંક, પરમ વીર ચક્ર, દેશ કે દુશ્મન, વિજય, અપને અપને, સીતાપુર કી ગીતા જેવી ફિલ્મો પણ કરી છે.
અંગત જીવનમાં હેમા માલિનીએ અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી