ભારતીય રિઝર્વ બેંક દ્વારા Paytm પેમેન્ટ બેંકનું લાઇસન્સ રદ કર્યા પછી ફિનટેક કંપની Paytmની સ્થિતિ સારી નથી. RBIની કાર્યવાહી બાદ Paytmનો બિઝનેસ હચમચી ગયો છે. પેટીએમ પર આરબીઆઈની કાર્યવાહી બાદ, કંપની નુકસાનની ભરપાઈ કરવા માટે કર્મચારીઓને છટણી કરી રહી છે. એક તરફ કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ સમાચાર આવી રહ્યા છે કે કંપની તેના કેટલાક બિઝનેસ વેચવા જઈ રહી છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ફૂડ ડિલિવરી કંપની Zomato Paytmના કેટલાક બિઝનેસ સેગમેન્ટ ખરીદી શકે છે.
Zomatoની નજર Paytm પર
રિપોર્ટ અનુસાર, ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomato ફિનટેક ફર્મ Paytmની મૂવી ટિકિટિંગ સર્વિસ અને ઈવેન્ટ બિઝનેસ ખરીદવા જઈ રહી છે. Zomato ના CEO દીપેન્દ્ર ગોયલ પેટીએમ ની મૂવી ટિકિટ બુકિંગ અને ઈવેન્ટ્સ બિઝનેસ ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ડીલ અંગેની વાતચીત ફાઈનલ સ્ટેજ પર છે. Zomatoએ આ ડીલ માટે પેટીએમ ને 1500 કરોડ રૂપિયાની ઓફર કરી છે. Zomato સિવાય અન્ય કંપનીઓ પણ આ રેસમાં છે.
Zomatoનો બીજો સૌથી મોટો સોદો
તમને જણાવી દઈએ કે જો પેટીએમ સાથે ડીલ થાય છે તો Zomato માટે આ બીજી સૌથી મોટી ડીલ હશે. અગાઉ વર્ષ 2022 માં, Zomato એ Blikint ખરીદી હતી. Zomato કંપનીએ 4447 કરોડ રૂપિયામાં ફૂડ અને ગ્રોસરી બિઝનેસ હસ્તગત કર્યો હતો. હવે Zomato કંપની એન્ટરટેઈનમેન્ટ કેટેગરીમાં પોતાનો વિસ્તાર કરવા માંગે છે. જો કે, હાલમાં આ ડીલ અંગે Zomato કે Paytm તરફથી સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: સોનાલી બેન્દ્રેને ન મળી શકવાને કારણે એક ફેનએ કરી આત્મહત્યા, અભિનેત્રી બોલી – કોઈ કોઈને આટલું બધું કેવી રીતે…
પેટીએમ એ વર્ષ 2017માં ઓનલાઈન ટિકિટિંગ અને ઈવેન્ટ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. પેટીએમ એ મૂવી બુકિંગ સેગમેન્ટ શરૂ કરીને બુક માય શો જેવા પ્લેટફોર્મને સખત સ્પર્ધા આપી હતી. નાણાકીય વર્ષ 2023 માં, કંપનીએ 976 કરોડ રૂપિયાની આવક જનરેટ કરી હતી. 2017 માં, પેટીએમ એ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓન્લી મચ લાઉડર (OML) સમર્થિત ઓનલાઈન ટિકિટિંગ અને ઈવેન્ટ પ્લેટફોર્મ Insider.in રૂ. 35 કરોડમાં ખરીદી હતી.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી