રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને Walt Disney Co (રિલાયન્સ-ડિઝની)એ ભારતમાં તેમની મીડિયા કામગીરીને મર્જ કરવા માટે બંધનકર્તા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બ્લૂમબર્ગે રવિવારે પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
મર્જ થયેલા યુનિટમાં રિલાયન્સનો 61% હિસ્સો હશે.
સોદા મુજબ, રિલાયન્સ અને તેના ભાગીદારો મર્જ થયેલી એન્ટિટીના મીડિયા યુનિટમાં ઓછામાં ઓછો 61% હિસ્સો ધરાવે તેવી અપેક્ષા છે, જ્યારે બાકીનો હિસ્સો ડિઝની પાસે રહેશે.આ સપ્તાહની શરૂઆતમાં ડીલની જાહેરાત કરવામાં આવશે
અહેવાલ મુજબ, ભાગીદારો વચ્ચે શેર વિતરણ બદલાઈ શકે છે. ડીઝનીની અન્ય સ્થાનિક અસ્કયામતો ડીલ બંધ થાય ત્યાં સુધીમાં કેવી રીતે સામેલ કરવામાં આવે છે તેના પર તે નિર્ભર કરે છે. આ સોદાની જાહેરાત આ સપ્તાહની શરૂઆતમાં થાય તેવી શક્યતા છે.
વોલ સ્ટ્રીટ જર્નલે આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે ડિઝનીએ તેના ભારતના બિઝનેસનો 60% વાયકોમ-18ને વેચવા માટે સંમતિ દર્શાવી છે. ગયા મહિને ઝી-સોની ડીલ તૂટી ગયા બાદ આ ડીલને ભારતીય મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.
આ ડીલ ₹33,000 કરોડના મૂલ્યાંકન પર કરવામાં આવશે
ડિઝની તેના ભારતના વ્યાપારનો 60% 3.9 બિલિયન (રૂ. 33,000 કરોડ)ના મૂલ્યે Viacom18ને વેચવા સંમત થઈ હતી. Viacom 18 ની માલિકી રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની છે.ગયા વર્ષે ઓક્ટોબરમાં, રિલાયન્સ ડિઝનીની ભારતની સંપત્તિનું મૂલ્યાંકન કરી રહી હતી. જેમાં ડિઝની + હોટસ્ટાર સ્ટ્રીમિંગ સેવા અને સ્ટાર ઇન્ડિયાનો સમાવેશ થાય છે, જેનું મૂલ્ય $7 બિલિયનથી $8 બિલિયન સુધીની છે. જ્યારે ડિઝનીએ આ કામગીરીનું મૂલ્ય 10 બિલિયન ડોલર આંક્યું હતું.
ડિઝની અને વાયાકોમ IPLમાં જાહેરાતના અધિકારો મેળવવાની તૈયારી કરી રહ્યાં છે
ગયા મહિને, એવા અહેવાલ હતા કે ડિઝની સ્ટાર અને વાયાકોમ-18 આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માં જાહેરાતના અધિકારો મેળવવાની તૈયારી કરી રહ્યા છે.
ધ ઈકોનોમિક ટાઈમ્સે અહેવાલ આપ્યો છે ડિઝની સ્ટાર તેની સ્પોર્ટ્સ ચેનલો પર IPL મેચોનું પ્રસારણ કરશે,. તે સ્ટાન્ડર્ડ ડેફિનેશન (SD) ચેનલ પર સહ-પ્રસ્તુતિ અને સહયોગી સ્પોન્સરશિપ માટે રૂ. 167 કરોડ અને રૂ. 83 કરોડની માંગણી કરી રહી હતી.વોલ્ટ ડિઝની ટાટા પ્લેમાં તેનો 29.8% હિસ્સો રિલાયન્સને વેચશે: જો સોદો સફળ થાય છે, તો અંબાણી અને ટાટા વચ્ચે આ પ્રથમ સહયોગ હશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ટાટા ગ્રૂપની ટીવી અને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોવાઈડર ‘ટાટા પ્લે’માં 29.8% હિસ્સો ખરીદવા જઈ રહી છે. રિલાયન્સ વોલ્ટ ડિઝની પાસેથી આ હિસ્સો ખરીદશે. બિઝનેસ સ્ટાન્ડર્ડે સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી