બજેટ 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં આયુષ્માન ભારત યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે તેનો વ્યાપ વધુ વિસ્તારવામાં આવી રહ્યો છે. તેનો લાભ ગરીબ પરિવારો તેમજ આશા અને આંગણવાડી કાર્યકરોને મળશે. તેમણે કહ્યું કે આ યોજના દ્વારા તેઓને સસ્તી સારવારનો લાભ મળશે અને આર્થિક દબાણનો સામનો કરવો નહીં પડે. આ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મળશે.
આ પણ વાંચો :બજેટ 2024 (Budget 2024) : મધ્યમ વર્ગના હાથ ખાલી, આવકવેરામાં કોઈ રાહત નહિ