જૂનાગઢના ચોબારી રોડ પર આવેલા ઘરમાં સર્ચ
જુનાગઢ પોલીસ મહાતોડકાંડ કેસમાં તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનો આરોપ છે. જેમાં જુનાગઢના ચોબારી રોડ પર આવેલા ઘરમાં સર્ચ થયુ છે. તથા તરલ ભટ્ટના ઘરમાં પણ ફરીથી ATSનું સર્ચ ઓપરેશન કર્યું છે. ભટ્ટે ત્રણ મોબાઈલ અને પેનડ્રાઈવ ગાયબ કર્યા હોવાનો આરોપ છે.
મહત્વના પુરાવા જ ગાયબ થતા ATS માટે કપરા ચઢાણ છે. તેમજ ATS એકાઉન્ટ અનફ્રીઝ થયા હોય તેવા લોકોના નિવેદન લે તેવી શક્યતા છે. નિવેદનો પરથી કોની પાસેથી કેટલી રકમ લીધી તે સ્પષ્ટ થશે. જુનાગઢ પોલીસ તોડકાંડના આરોપી PI તરલ ભટ્ટનું ઘર સીલ કરવામાં આવ્યુ છે.
એટીએસએ તરલ ભટ્ટના ઘરને સીલ કરતા પહેલા તેને સાથે ઘરની તપાસ કરી હતી. હાલ તેના અક્ષર ટાઉનશિપમાં આવેલા મકાનને સીલ કરી ફરજ મોકુફી અંગેની નોટિસ લગાવવામાં આવી છે. તરલ ભટ્ટના ગુજરાત એટીએસએ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે આ ઘટનાને લઈને જ્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યુ કે સરકાર અને પોલીસ દ્વારા ત્વરીત પગલા લઈ કાર્યવાહી કરવામાં આવી છે.
તોડકાંડના માસ્ટર માઈન્ડ PI તરલ ભટ્ટના 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. જો કે ATSએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આ દરમિયાન, તરલ ભટ્ટ પોલીસ તપાસમાં સહકાર ન આપીને ગોળગોળ જવાબ આપતા હોવાનો પણ ATSએ ઉલ્લેખ કર્યો છે. તરલ હંમેશા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો. જેને લઇ મોબાઈલમાં સ્ટોર કરેલા નંબરની તપાસ માટે પૂછપરછ કરાશે.
બ્યુરો રીપોર્ટ, અમદાવાદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં