
- “અમારું તળાવ અમારું ગૌચર પાછું આપો”ના લાગ્યા નારા
- સરપંચના દીકરા ભરત દેસાઈએ એક પત્રિકા વેહતી કરી
- મોદી અમારી જાન હે, નીચે વાળા બધા બેભાન છે
- “મોદી અમારા ભગવાન છે”નો પત્રિકામાં ઉલ્લેખ
મહેસાણા જિલ્લાના અલોડા ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા હતા, તો બીજી તરફ અલોડા ગામના સરપંચના દીકરા ભરત દેસાઈએ એક પત્રિકા વેહતી કરી હતી જેમાં મોદી અમારી જાન હે અને નીચે વાળા ઉપર આક્ષેપ કરતા મામલો ગરમાયો છે.
ગત માડી સાંજે અંદાજિત સાંજે 7:30 થી આઠ ના સમયે ગામના અમુક લોકો એકઠા થઈ આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા જ અલોડા ગામે ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા હતા અને અમારું તળાવ અમારું ગૌચર પાછું આપોને નારા લગાવવામાં આવ્યા હતા તેમજ અલોડા ગામના સરપંચના દીકરા ભરત દેસાઈએ એક પત્રિકા વેહતી કરી હતી
જેમાં મોદી અમારી જાન હે અને નીચે વાળા બધા બેભાન છે, મોદી અમારા ભગવાન છે, તેવા લખાણ સાથે આક્ષેપ કરાયા છે, તેમજ 57 એક મુજબ અલોડા ગામ પંચાયતને બોડીને બરખાસ કરવામાં આવ્યું છે તે મુદ્દે આગામી સમયમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી ભરત દેસાઈએ ટીવી ઇન્ટરવ્યૂમાં આકરા શબ્દોમાં કાંતિ પટેલ ઉપર આંકડા પ્રહારો કર્યા હતા
અનુપ સિંહ ચાવડા મહેસાણા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી