આ વર્ષે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 1-3 થી મળેલી હાર અને શ્રેણી દરમિયાન ડ્રેસિંગ રૂમની વાતચીત લીક થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે BCCI ના સહાયક કોચ અભિષેક નાયરને હટાવી દીધા છે, જોકે તેમનો કાર્યકાળ ફક્ત 8 મહિના પહેલા જ શરૂ થયો હતો. તમને જણાવી દઈએ કે BGT શ્રેણી હાર્યા બાદ, BCCI એ એક સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં ટીમ મેનેજમેન્ટના એક સભ્યએ ફરિયાદ કરી હતી કે ડ્રેસિંગ રૂમના સમાચાર બહાર આવી રહ્યા છે.
BGT માં હાર બાદ BCCI એ મોટી કાર્યવાહી કરી
સહાયક કોચ અભિષેક નાયર ઉપરાંત, ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને ટ્રેનર સોહમ દેસાઈને પણ બરતરફ કરવામાં આવ્યા છે. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે નાયરના સ્થાને કોઈની નિમણૂક કરવામાં આવશે નહીં કારણ કે સિતાંશુ કોટક પહેલાથી જ ટીમ ઈન્ડિયા સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલા છે. દિલીપનું કામ સહાયક કોચ રાયન ટેન ડેસ્કેટ દ્વારા જોવામાં આવશે.
આ પણ વાંચો : અજીબોગરીબ ! પ્રજનન માટે 4500 કિમી તરીને કાચબો (Turtle) ઓડિશાથી શ્રીલંકા થઇને મહારાષ્ટ્ર પહોંચ્યો
ટ્રેનર સોહમ દેસાઈના સ્થાને એડ્રિયન લી રૂને લેવામાં આવશે, જે હાલમાં IPLમાં પંજાબ કિંગ્સ સાથે સંકળાયેલા છે. તે 2008 થી 2019 સુધી KKR ટીમ સાથે પણ હતો, તેણે 2002 થી 2003 સુધી ટીમ ઈન્ડિયા સાથે પણ કામ કર્યું હતું. તેણે BCCI સાથે કરાર કર્યો છે.
BGT શ્રેણી વિવાદોથી ઘેરાયેલી હતી
ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી 1-3 થી હારી ગઈ, આ શ્રેણીમાં અશ્વિને અચાનક નિવૃત્તિ લીધી. રોહિત શર્માએ સિડની ટેસ્ટમાંથી પોતાને બહાર કરી દીધા હતા, ત્યારબાદ એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે ટીમમાં બધુ બરાબર નથી. ભારતીય ડ્રેસિંગ રૂમમાંથી પણ સમાચાર આવ્યા, જેનાથી મામલો વધુ ગરમાયો. એક સભ્યએ આ અંગે BCCI ને ફરિયાદ પણ કરી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે શરમજનક પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝીલેન્ડે ટેસ્ટ શ્રેણીમાં ભારતને 3-0થી હરાવ્યું.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી