ભ્રષ્ટાચાર (Corruption) ની ગંધ: જિલ્લામાં આદિવાસીઓનું જીવન સહિત પશુઓ તેમજ જંગલી પ્રાણીઓની ઉનાળાની ઋતુમાં તરસ બુઝાવી રહે તે હેતુસર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચેકડેમો, કૂવા, તળાવ, પાઇપલાઇન સહિત ભૂગર્ભ ટાંકીના નવ નિર્માણ પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ વર્ષોથી વિકાસના નામે માત્ર પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત અધિકારીઓ અને ઈજારાદારો ખુલ્લેઆમ ચેકડેમના કામમાં પથ્થરો નાખી બાંધકામ કરી ખુલ્લો ભ્રષ્ટાચાર (Corruption) કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં ચેકડેમ ખરાબ થઈ જાય તો ગામના લોકો સહિત અબોલ પશુઓની ઉનાળાની ઋતુ દરમિયાન પાણી માટે દરબદર ભટકવાની નોબત ઊભી થાય તો નવાઈ નહિ…
કપરાડાના માની ગામ ખાતે ચેકડેમમાં ખુલ્લો ભ્રષ્ટાચાર (Corruption)
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા માની ગામ ખાતે ચેકડેમનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. ચેકડેમ ના નિર્માણ માટે તમામ પ્રકારના નીતિ નિયમો નેવે મૂકીને ગેરરીતિ આચરી રહ્યા છે. દમણગંગા યોજના અંતર્ગત ૧.૫૦ કરોડ ની ગ્રાન્ટ વીરેન્દ્ર ચુડાસમા એજન્સી દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે ચેકડેમના કામમાં પથ્થરો નાખી બાંધકામ કરી ખુલ્લો ભ્રષ્ટાચાર (Corruption) કરી રહ્યા છે. કામના સમયે ના તો સરકારી બાબુઓ કે એન્જિનિયર પણ હાજર હોતા નથી. જેના લીધે કોન્ટ્રાક્ટર દ્વારા પથ્થરો નાખી બાંધકામ કરી ખુલ્લો ભ્રષ્ટાચાર (Corruption) કરી રહ્યા છે.
એક તરફ સરકાર આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં જ્યાં પાણી ની વિકટ પરિસ્થિતિ હોવાથી સરકાર દ્વારા સમસ્યાને દૂર કરવા લગાતાર પ્રયત્નો કરી રહી છે. અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને લોકોની સમસ્યા દૂર કરવાના પ્રયત્નો કરી રહી છે. જ્યારે બીજી તરફ ગેરરીતિ કરનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીની મીલીભગત ના કારણે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં પણ માત્ર પથ્થરો દફનાવી રહ્યા છે. શું આમ વિકાસ થશે ?? કપરાડા તાલુકામાં અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. પરંતુ આવા કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ અજમાવી રહ્યા છે. તો ચેકડેમ કેટલા વર્ષ સુધી ટકી શખ્સે? તે એક મોટો સવાલ છે.
આ પણ વાંચો : જો તમે 40 વર્ષ પછી પણ ફિટ રહેવા માંગતા હો, તો આ સારી આદતો (Habits) ને તમારા સાથી બનાવો
પથ્થર નાખીને બનાવેલ ચેકડેમનું આયુષ્ય કેટલું ?
ગુજરાતનું મીની ચેરાપુંજી એટલે કપરાડા જયા દર વર્ષે દરમિયાન ૧૨૦ થી ૧૪૦ ઇંચ વરસાદ નોંધાતો હોય છે. જ્યાં અસંખ્ય ડેમો બનાવ્યા અને તૂટી ગયા છે. અથવા તેમાં પાણી સંગ્રહ થતું નથી. તો પથ્થર નાખીને બનાવેલ ચેકડેમનું આયુષ્ય કેટલા વર્ષનું હશે ? અનાથ બાળક પર જેમ માં બાપનો હાથ નથી હોતો તેમ આ ચેક ની દુર્દશા બની ચૂકી છે. તો સરકાર શું કરવા કરોડો રૂપિયા પાણી ના નામે વેડફી રહી છે. નેતાઓ ખાતમુર્હુત કરીને જતા રહે છે. ત્યાર બાદ કોઈ પણ જન પ્રતિનિધિઓ નિરીક્ષણ કરવા ફરકતા નથી. માત્ર ટકાવારી લેવામા રસ ધરાવે છે. જેથી કરીને આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટર અને અધિકારીઓને મોકળુ મેદાન સાંપડી રહ્યો છે. ચેકડેમના કામમાં ગેરરીતિ મામલે નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર (Corruption) ઉજાગર થાય તેવી શક્યતા નકારી શકાય નહીં.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી