Kurla BEST Bus Accident in Mumbai: મુંબઈના કુર્લા પશ્ચિમ રેલવે સ્ટેશનના આંબેડકર નગરમાં સોમવારે (9 ડિસેમ્બર) રાત્રે બેસ્ટ બસ (Kurla BEST Bus) નો ભયંકર અકસ્માત થયો હતો. બસે રસ્તા પર ચાલતા ડઝનબંધ લોકો અને વાહનોને કચડી નાખ્યા હતા. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કુલ 49 લોકો ઘાયલ થયા છે જેમાંથી 7ના મોત થયા છે. પોલીસે આ કેસમાં આરોપી ડ્રાઈવર વિરુદ્ધ FIR નોંધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે બસમાં લગભગ 60 મુસાફરો હતા. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મી અને એક MSF (મહારાષ્ટ્ર સુરક્ષા દળ)નો જવાન પણ ઘાયલ થયો છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર પ્રશાંત ચવ્હાણને પણ ઈજા થઈ હતી, જ્યારે 20-25 વાહનોને નુકસાન થયું હતું.
મળતી માહિતી મુજબ, આરોપી ડ્રાઈવર સંજય મોરે (54 વર્ષ)ની નિમણૂક ગત 1 ડિસેમ્બરે જ થઈ હતી. ડ્રાઈવરને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યો હતો. આરોપી ડ્રાઈવરને બસ (Kurla BEST Bus) ચલાવવાનો અગાઉ કોઈ અનુભવ નહોતો.
કેવી રીતે થયો Kurla BEST Bus Accident?
બસ (Kurla BEST Bus) સોમવારે રાત્રે લગભગ 21:45 વાગ્યે કુર્લા રેલવે સ્ટેશન (વેસ્ટ)થી સાકીનાકા જઈ રહી હતી. આ દરમિયાન બસના ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે સ્પીડ વધી ગઈ હતી અને આ દુઃખદ ઘટના બની હતી.
આ પણ વાંચો : લગ્ન પહેલા પરિણીતી ચોપરા (Parineeti Chopra) -રાઘવ ચઢ્ઢા ગુરૂદ્વારામાં છુપી છુપીને મળતા હતા, વાહેગુરુની સામે કર્યું હતું પ્રપોઝ
આ હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે
ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્તોને નજીકની ભાભા હોસ્પિટલમાં લઈ જવાનું શરૂ કર્યું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોની સારવાર ભાભા હોસ્પિટલ, કોહિનૂર હોસ્પિટલ, સેવન હિલ્સ હોસ્પિટલ, સિટી હોસ્પિટલ અને હબીબ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટના બાદ ધારાસભ્ય મહેશ કુડાલકર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી