
દક્ષિણ મુંબઈથી નવી મુંબઈને જોડતા દરિયાઈ પુલ પર એક આત્મહત્યા (Suicide) કરતી મહિલાના નાટકીય બચાવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એક ટેક્સી ડ્રાઈવર અને ચાર ટ્રાફિક પોલીસની સતર્કતા અને ચપળતાએ 56 વર્ષીય આત્મહત્યા (Suicide) કરતી મહિલાનો જીવ બચાવ્યો જ્યારે તે અટલ સેતુમાંથી અરબી સમુદ્રમાં પડવાની હતી. દક્ષિણ મુંબઈથી નવી મુંબઈને જોડતા દરિયાઈ પુલ પર એક મહિલાના નાટકીય બચાવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે લગભગ 7 વાગે મુલુંડની રહેવાસી રીમા મુકેશ પટેલ ટેક્સીમાં અટલ સેતુ પહોંચી અને ન્હાવા શેવા તરફ વાહન રોક્યું. તે સુસાઈડ (Suicide) ક્રેશ બેરિયર સુધી ચાલીને રેલિંગ પર બેસી ગઈ. વાયરલ વીડિયોમાં ટેક્સી ડ્રાઈવર તેની નજીક ઊભો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Kolkata Rape Murder Case: ‘ડિનર દરમિયાન શું થયું, પીડિતાને છેલ્લે કોણે જોઈ ?’ CBI એ સાથી ડોકટરોને આ પ્રશ્નો પૂછ્યા
STORY | Woman loses balance while sitting on Mumbai’s Atal Setu safety barrier, saved by alert cop
READ: https://t.co/Oo0bUQUbXK
VIDEO: #MumbaiNews #atalsetubridge
(Source: Third Party) pic.twitter.com/XigNg5G2Yr
— Press Trust of India (@PTI_News) August 17, 2024
પોલીસકર્મીઓએ આ રીતે આત્મહત્યા (Suicide) કરતી મહિલાનો જીવ બચાવ્યો
એટલામાં જ પોલીસનું પેટ્રોલિંગ વાહન ત્યાં અટકી જાય છે. પોલીસને જોઈને મહિલા પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને પડવા લાગે છે. વીડિયોમાં રીમા મુકેશ પટેલનું શરીર લટકતું જોવા મળી રહ્યું છે. મહિલાનો જીવ જોખમમાં છે તે જોઈને ચાર ટ્રાફિક પોલીસવાળા ઝડપથી રેલિંગ પર ચઢી ગયા હતા.
પોલીસ અધિકારીએ કહ્યું, “પોલીસકર્મીઓમાંથી એકે નીચે ઝૂકીને તેને પકડી લીધી અને બચાવી.” તેણે કહ્યું કે ચાર પોલીસકર્મીઓએ ધીમે ધીમે મહિલાને ઉપર ખેંચી અને તેને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા. અધિકારીએ કહ્યું, “મહિલાએ કહ્યું કે પોલીસને તેની પાસે આવતી જોઈને તેણે ગભરાઈને પોતાનું સંતુલન ગુમાવ્યું. ન્હાવા શેવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.” મહિલાનો જીવ બચાવનાર ટ્રાફિક પોલીસના નામ લલિત શિરસાથ, કિરણ માત્રે, યશ સોનાવણે, મયુર પાટીલ હોવાનું કહેવાય છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી