વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ OTT 3’ આ દિવસોમાં ચર્ચાઓમાં છે. ત્યારે હવે નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ વખતે સલમાન ખાનને બદલે અનિલ કપૂર શો હોસ્ટ કરશે.
‘બિગ બોસ OTT 3’ ખૂબ જ ચર્ચામાં છે. દરેક લોકો આ શો શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બિગ બોસ 17 ના અંત પછી, ‘બિગ બોસ OTT 3’ને લઈને સતત અપડેટ્સ આવી રહી છે. આ શો વિશે અત્યાર સુધી ઘણું બધું કહેવામાં આવ્યું છે. થોડા અઠવાડિયા પહેલા, નિર્માતાઓએ શોનું એક પોસ્ટર શેર કર્યું હતું અને ચાહકોને કહ્યું હતું કે તેઓ આ શોમાં કોને જોવા માંગે છે.
સલમાન ખાન બિગ બોસ OTTને હોસ્ટ કરશે નહીં
જો કે, બાદમાં મેકર્સે આ પોસ્ટને ડિલીટ કરી દીધી, જેના કારણે બધાને લાગી રહ્યું છે કે સલમાન ખાન હવે શો હોસ્ટ નહીં કરી શકે. બિગ બોસ OTT ની પ્રથમ સીઝન કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી અને બીજી સીઝન સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. જો કે, આ વર્ષે ચાહકો સલમાન ખાનને શો હોસ્ટ કરતા જોઈ શકશે નહીં.
‘બિગ બોસ OTT ‘ની બીજી સિઝન જબરદસ્ત હિટ રહી હતી. હવે તેની ત્રીજી સીઝનને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. બિગ બોસ ઓટીટી 3 ના નિર્માતાઓએ તાજેતરમાં જ શોનું પહેલું ટીઝર રિલીઝ કર્યું છે અને આ ટીઝર જોયા પછી, ચાહકોને હિંટ મળી રહી છે કે આ લોકપ્રિય બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની જગ્યાએ શોને હોસ્ટ કરવા જઈ રહ્યો છે.
બોલિવૂડના આ લોકપ્રિય અભિનેતાનું નામ ફાઈનલ!
થોડા દિવસો પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે મેકર્સ સલમાન ખાનની જગ્યાએ અનિલ કપૂર, સંજય દત્ત અથવા કરણ જોહરને હોસ્ટ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. જો કે આ અંગે કંઈપણ પુષ્ટિ થઈ નથી. પરંતુ તાજેતરમાં જ મેકર્સે બિગ બોસ OTT 3નો પ્રોમો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.
આ પણ વાંચો : PM મોદીએ ફોનથી વાત કરી બે વાર રશિયા-યુક્રેન યુદ્ધ રોકાવ્યું.. વિદેશ મંત્રીનો મોટો ખુલાસો
‘આ સિઝન ખાસ હશે! એકદમ ઝક્કાસ’
પ્રોમોના કેપ્શનમાં લખ્યું હતું – બિગ બોસ OTT ની આગામી સીઝન જોયા પછી તમે બાકીનું બધું ભૂલી જશો. કારણ કે આ સિઝન ખાસ હશે! ‘ એકદમ ઝક્કાસ’’. ‘ઝક્કાસ’ શબ્દ સાથે દરેકને ખાતરી થઈ ગઈ હતી કે અનિલ કપૂર ‘બિગ બોસ OTT 3’ હોસ્ટ કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, અનિલ કપૂર શોને હોસ્ટ કરવા માટે મોટી રકમ વસૂલવામાં કરી રહ્યા છે.