SRH vs MI Innings Highlights:સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઇ ઇન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં સૌથી મોટો 277 રનની સ્કોર બનાવ્યો.
IPL 2024 SRH vs MI Innings Highlights : સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં બોર્ડ પર સૌથી મોટો સ્કોર નોંધાવ્યો. IPL 2024ની આઠમી મેચમાં હૈદરાબાદે મુંબઈ સામે રમાઈ રહેલી મેચમાં 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. હૈદરાબાદે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર બનાવવાના મામલે RCBનો રેકોર્ડ તોડ્યો હતો. RCBએ 2013માં કુલ 263 રન બનાવ્યા હતા.
હૈદરાબાદની આ વિસ્ફોટક ઇનિંગ્સની શરૂઆત ટ્રેવિસ હેડ દ્વારા કરવામાં આવી હતી, જેને અભિષેક શર્મા અને હેનરિક કલાસેને આગળ વધારી હતી. કલાસેને 34 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 80* રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય અભિષેકે 23 બોલમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 63 રન અને હેડે 24 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા.
મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેનાથી તેમણે પાછળથી પસ્તાવો પણ થયો હશે, કારણ કે પ્રથમ બેટિંગ કરતી વખતે હૈદરાબાદે 20 ઓવરમાં આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવ્યા હતા.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદને ટ્રેવિસ હેડ અને મયંક અગ્રવાલ તરફથી સારી શરૂઆત મળી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 45 રન (25 બોલ)ની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી 5મી ઓવરમાં સમાપ્ત થઈ, જ્યારે ટીમે મયંક અગ્રવાલના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી, જે 1 ફોરની મદદથી 11 રન (13 બોલ) બનાવીને આઉટ થયો હતો.
આ પછી ટ્રેવિસ હેડ અને મયંક અગ્રવાલે બીજી વિકેટ માટે 68 (23 બોલ)ની મજબૂત ભાગીદારી કરી હતી. આ ભાગીદારી 8મી ઓવરમાં હેડની વિકેટ સાથે તૂટી હતી, જેણે 258.33ના સ્ટ્રાઈક રેટથી 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. ત્યારબાદ 11મી ઓવરમાં અભિષેક શર્મા આઉટ થયો હતો, જેણે 273.91ના સ્ટ્રાઈક રેટથી 63 રન બનાવ્યા હતા, જેમાં 3 સિક્સ અને 7 ફોરનો સમાવેશ થતો હતો.
આ પછી, હેનરિક ક્લાસેન અને એડન માર્કરામે ચોથી વિકેટ માટે 116* (55) રનની ઝડપી ભાગીદારી કરી હતી. જેમાં ક્લાસેને 235.29ના સ્ટ્રાઈક રેટથી 80 રન બનાવ્યા હતા અને એઈડન માર્કરામે 28 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો :શિવમ દુબેની તોફાની ફિફ્ટીએ ધોનીનું પણ દિલ જીતી લીધું, સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા થઈ વાયરલ
બોલરોની થઈ ખૂબ કુટાઈ
મુંબઈના બોલરોની હૈદરાબાદે ખરાબ રીતે ધોલાઈ કરી. ડેબ્યૂ કરનાર ક્વેના માફાકાએ 4 ઓવરમાં 16.50ની ઈકોનોમીમાં 66 રન આપ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 46 રન આપ્યા હતા. તેને 1 વિકેટ પણ મળી હતી. આ સિવાય ગેરાલ્ડ કોએત્ઝીએ 4 ઓવરમાં 1 વિકેટ લીધી હતી અને 14.20ની ઈકોનોમીમાં 57 રન આપ્યા હતા. બુમરાહ અન્ય બોલરોની સરખામણીમાં ઓછા રન આપ્યા હતા. તેણે 4 ઓવરમાં 36 રન આપ્યા હતા. 2 ઓવરમાં 1 વિકેટ લેનાર પીયૂષ ચાવલાએ 17ની ઈકોનોમી સાથે 34 રન આપ્યા હતા.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી