ભારતે ફરી એકવાર અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને વિશ્વને તેની તાકાત અને ટેક્નોલોજીનો અહેસાસ કરાવ્યો છે. પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતા ધરાવતી અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5,400 કિલોમીટર છે. જેનો અર્થ છે કે અડધી દુનિયા તેની પહોંચમાં છે. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિ-5 મિસાઈલના સફળ પરીક્ષણ પર DRDOના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.પીએમે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે DRDOના વૈજ્ઞાનિકોને મિશન દિવ્યસ્ત્ર પર ગર્વ છે, MIRV ટેક્નોલોજી સાથે અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ પરીક્ષણ થયું .
શું તમે ડૉ. ટેની થોમસ ને જાણો છો?
ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટમાં મહિલાઓનું મહત્વનું યોગદાન છે જે ભારતની સંરક્ષણ શક્તિને વધારે છે, આ પ્રોજેક્ટની ડાયરેક્ટર પણ એક મહિલા છે, જેનું નામ છે ડો. ટેસી થોમસ. ડૉ. ટેસી થોમસે 1985માં કાલિકટ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું હતું. આ પછી, તેણે પૂણેના ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ ટેક્નોલોજીમાંથી DRDO પ્રાયોજિત ગાઇડેડ મિસાઇલમાં M.Tech કર્યું. 1988 માં, તેણી ડીઆરડીઓ એટલે કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનમાં જોડાઈ.
અગ્નિ-4 અને અગ્નિ-5 પ્રોજેક્ટના ડિરેક્ટર
ટેસી થોમસે શરૂઆતથી જ અગ્નિ મિસાઈલની ડિઝાઈન અને ડેવલપમેન્ટ પર કામ કર્યું છે. કહેવાય છે કે તેમને અગ્નિ પ્રોજેક્ટ માટે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા ની નિમણૂક કરાયા હતા . ડો. ટેસી થોમસ અગ્નિ-4 અને અગ્નિ-5 પ્રોજેક્ટના ડિરેક્ટર છે. ડો. ટેસી થોમસે દેશની સુરક્ષામાં યોગદાન આપવા માટે મિસાઈલ ટેકનોલોજી વિકસાવવામાં મદદ કરી છે. ડો. ટેસીને બેલેસ્ટિક મિસાઈલના મહાન નિષ્ણાતોમાંના એક ગણવામાં આવે છે.
પોતાની મહેનતના કારણે ‘મિસાઈલ વુમન ઓફ ઈન્ડિયા’ બની
DRDOમાં મિસાઇલ માર્ગદર્શન, સિમ્યુલેશન અને મિશન ડિઝાઇનમાં તેમનું મહત્વનું યોગદાન છે. તેથી જ તેમને ‘મિસાઈલ વુમન ઑફ ઈન્ડિયા’ પણ કહેવામાં આવે છે. મિસાઈલ, રોકેટ, બોમ્બ-અમ્યુનિશન, આ એવા શબ્દો છે જે પુરુષો સાથે જોડાયેલા છે… પરંતુ ટેસી થોમસે પોતાની મહેનત, સમર્પણ અને લડાઈની ભાવનાથી સાબિત કર્યું કે મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં સફળતાનો ઝંડો ઊંચકી શકે છે.દેશને અગ્નિ જેવી અદ્યતન અને ઘાતક મિસાઈલ આપનાર ટેસી થોમસ એ તમામ મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે જેઓ એવા ક્ષેત્રમાં કામ કરવા માંગે છે જ્યાં પુરુષોનું વર્ચસ્વ માનવામાં આવે છે.
અગ્નિના રડાર પર ચીન સહિત અડધી દુનિયા
ભારતે પરમાણુ બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું છે. 5000 કિમીની રેન્જવાળી આ મિસાઈલના સફળ પરીક્ષણ બાદ માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર ચીન પણ ભારતના નિયંત્રણમાં આવી ગયું છે. અગ્નિ-5ની શ્રેણી લગભગ સમગ્ર એશિયા, ચીનનો ઉત્તરીય વિસ્તાર અને યુરોપના કેટલાક ભાગોને પણ આવરી લે છે. ભારત પાસે 1990થી અગ્નિ મિસાઈલ છે. સમય સાથે તેના નવા અને અદ્યતન સ્વરૂપો ઉભરી રહ્યા છે.
એકસાથે અનેક લક્ષ્યોને હિટ કરી શકે છે
અગ્નિ-5નું 2012થી ઘણી વખત સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. અગ્નિ-1ની રેન્જ 700 કિલોમીટરથી શરૂ થાય છે અને અગ્નિ-5ની રેન્જ પાંચ હજાર કિલોમીટર સુધી પહોંચે છે. અગ્નિ-5 એમઆઈઆરવી ટેક્નોલોજીથી સજ્જ છે એટલે કે મલ્ટિપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ ટેક્નોલોજી. આ ટેક્નોલોજી દ્વારા એક મિસાઈલ સેંકડો કિલોમીટર દૂરના અનેક લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.
આ ખતરનાક ટેક્નોલોજી મેળનાર છઠ્ઠો દેશ
રશિયા, ચીન, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન પાસે MIRV ટેક્નોલોજીથી સજ્જ મિસાઈલ છે હવે તેમાં ભારત પણ જોડાગયું છે. આ મિસાઈલોને સબમરીનથી જમીન કે સમુદ્રમાં લોન્ચ કરી શકાય છે. અગ્નિ-5માં દોઢ ટનના પરમાણુ હથિયાર પણ લઈ જઈ શકાય છે. અગ્નિ-5 મિસાઈલની ઝડપ 30 હજાર કિલોમીટર/કલાકથી વધુ છે, એટલે કે અવાજની ગતિ કરતા 24 ગણી વધારે છે. એકવાર તે લોન્ચ થઈ જાય પછી તેને રોકવું લગભગ અશક્ય છે.
આ પણ વાંચો :ઓસ્કાર ટ્રોફીમાં કોની પ્રતિમા છે, જે વિશ્વના દરેક ફિલ્મ સર્જક મેળવવા માંગે છે?
ખૂબ જ ઝડપે દુશ્મન પર હુમલો કરે છે
લોન્ચ થયા બાદ આ મિસાઈલ સીધી અંતરિક્ષમાં જાય છે અને ત્યાંથી ફરી પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરે છે અને પ્રચંડ વેગથી દુશ્મન પર હુમલો કરે છે. આ મિસાઈલમાં એકથી વધુ વોર હેડ પણ લગાવી શકાય છે. મતલબ કે આ મિસાઈલ એક સાથે અનેક દુશ્મન શહેરોને નષ્ટ કરી શકે છે. આ ટેક્નોલોજી હસ્તગત કર્યા બાદ ભારત હવે મિસાઈલ ક્ષેત્રે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે અને જો ભવિષ્યમાં ચીન કોઈ દુષ્કર્મ કરશે તો તેણે મોટા નુકસાન માટે તૈયાર રહેવું પડશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી