IND vs ENG: ભારતનો પ્રવાસ કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમના કેટલાક સભ્યો ભારત સામેની અંતિમ ટેસ્ટની પૂર્વસંધ્યાએ બુધવારે તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાને તેમના મેકલોડગંજ નિવાસસ્થાને મળ્યા હતા. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા દલાઈ લામા સાથે ટીમના સભ્યોનો ફોટો પોસ્ટ કર્યો.
ECBએ તેના અધિકૃત ‘X’ હેન્ડલ પર કહ્યું, ‘માનનીય દલાઈ લામાને મળવું અવિશ્વસનીય સન્માનની વાત છે. ઈંગ્લેન્ડના ખેલાડીઓ અને મેનેજમેન્ટ તેમને મેકલિયોડગંજ, ધર્મશાલા ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા હતા.
ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ દલાઈ લામાના શરણમાં
ટીમના સભ્યોમાં જેક ક્રોલી, ટોમ હાર્ટલી, ડેન લોરેન્સ, ઓલી પોપ, ગુસ એટકિન્સન અને સહાયક કોચ માર્કસ ટ્રેસ્કોથિકનો સમાવેશ થાય છે. ગુરુવારથી ધર્મશાલામાં શરૂ થઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડ પાંચ મેચની શ્રેણીમાં 1-3થી પાછળ છે. બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ટીમે ફાસ્ટ બોલર માર્ક વુડને અંતિમ ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં ઓલી રોબિન્સનની જગ્યાએ સામેલ કર્યો છે.
અશ્વિન અને બેયરસ્ટોની 100મી ટેસ્ટ
છેલ્લી ત્રણ મેચ જીતીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી ચૂકેલી ભારતીય ટીમ ગુરુવારથી શરૂ થઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચને તેના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન માટે યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે, જે એની 100મી ટેસ્ટ મેચ રમશે.. ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેરસ્ટોની પણ આ 100મી ટેસ્ટ મેચ હશે અને તેની ટીમ પણ તેના અભિયાનને જીત સાથે સમાપ્ત કરવા માટે મક્કમ છે.
ધર્મશાળામાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે
ભારતે રાંચીમાં ચોથી ટેસ્ટ મેચ જીતીને ઘરની ધરતી પર પોતાનો ઉત્તમ રેકોર્ડ જાળવી રાખ્યો હતો અને હવે તેની નજર શ્રેણીમાં 4-1થી જીત નોંધાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનું ટોચનું સ્થાન મજબૂત કરવા પર છે. ધરમશાલાની પિચ અને હવામાનને જોતા ઈંગ્લેન્ડ તેની ઘરની ધરતી પર રાની રહ્યા હોય એવો એહસાસ માનશે . મેચના પ્રથમ બે દિવસ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે, જ્યારે સપ્તાહના અંતે તેમાં થોડો વધારો થશે.
ઝડપી બોલરોને મદદ મળવાની આશા છે
મેચની પૂર્વસંધ્યાએ, પિચ સપાટ લાગે છે, પરંતુ ભેજને કારણે, ઝડપી બોલરોને તમામ દિવસોમાં શરૂઆતમાં મદદ મળવાની અપેક્ષા છે. સામાન્ય રીતે આ મેદાન પર ઝડપી બોલરોને મદદ મળતી રહી છે, પરંતુ સ્પિનરોની ભૂમિકાને પણ ઓછો આંકી શકાય તેમ નથી. અત્યાર સુધી અહીં માત્ર એક જ ટેસ્ટ મેચ રમાઈ છે.
આ પણ વાંચો :ડાર્ક પાર્લે-જીની તસવીરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી
આ મેચ 2017માં રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીતમાં સ્પિનરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અહીં રમાયેલી તાજેતરની રણજી ટ્રોફી મેચોમાં ટીમોએ ઘણી વખત 300 થી વધુ રન બનાવ્યા હતા. બરોડાએ એક મેચમાં 482 રન બનાવ્યા, જે વર્તમાન સિઝનમાં આ મેદાન પર સૌથી વધુ સ્કોર છે. જોકે, ભારત માત્ર બે ઝડપી બોલર અને ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી