ચાણક્યને રાજનીતિના ગુરુ માનવામાં આવતા હતા. આજે પણ રાજકીય પંડિતો તેમના દ્વારા સૂચવવામાં આવેલી નીતિઓનું પાલન કરે છે. ચંદ્રગુપ્ત મૌર્ય જેવા મહાન સમ્રાટને રાજનીતિના પાઠ ભણાવનાર આચાર્ય ચાણક્ય હતા. તેમણે તક્ષશિલા(Taxila) વિશ્વવિદ્યાલયમાં ચંદ્રગુપ્તને આ શિક્ષણ આપ્યું હતું. જેને બાદમાં ચંદ્રગુપ્ત મૌર્યએ રાજધાની બનાવી હતી, પરંતુ શું તમે જાણો છો કે તક્ષશિલા(Taxila) અત્યારે ક્યાં છે. ચાલો આજે આપડે એજ તક્ષશિલા(Taxila) વિશે જાણીએ.
ક્યાં છે તક્ષશિલા ?
હાલ તક્ષશિલા પાડોશી દેશ પાકિસ્તાનમાં છે. 1947માં જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે દેશમાં ઘણા રજવાડા હતા. આ ભાગલામાં તક્ષશિલા પાકિસ્તાનના ભાગમાં ચાલ્યું ગયું હતું. હવે તક્ષશિલા પાકિસ્તાનના રાવલપિંડીમાં આવેલું છે, જે હવે રાવલપિંડીના બાળકો માટે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવાઈ ગયું છે.
તક્ષશિલાનું નામ કોના નામ પરથી પડ્યું?
એવું કહેવાય છે કે તક્ષશિલા(Taxila)નું નામ ભગવાન રામના પુત્ર તક્ષના નામ પરથી રાખવામાં આવ્યું હતું. એવી પણ કથાઓ છે કે તક્ષશિલા(Taxila)માં જ અર્જુનના પૌત્ર પરીક્ષિતને સિંહાસન પર બેસાડવામાં આવ્યો હતો. જે હવે જીટી રોડ એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખાય છે. એક સમયે તેને નોર્ધન રોડ તરીકે પણ ઓળખવામાં આવતું હતું.
ચંદ્રગુપ્ત મૌર્ય અહીં રાજકારણ શીખ્યા હતા
રાજનીતિ અને અર્થશાસ્ત્રના વિદ્વાન ગણાતા ચાણક્યએ તક્ષશિલા(Taxila) યુનિવર્સિટીમાં જ ચાણક્યને રાજનીતિનું જ્ઞાન આપ્યું હતું. તે સમયે તક્ષશિલા માર્ગ પશ્ચિમમાં ગાંધાર અને મગધ અને તેની રાજધાની પાટલીપુત્રને જોડતો હતો. જેનો ઉલ્લેખ ગ્રીક લેખક મેગાસ્થિનિસે તેમના પુસ્તક રોયલ હાઈવેમાં પણ કર્યો છે. 321-317 બીસી સુધી મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યએ અહીં શિક્ષણ મેળવ્યું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના શાસન દરમિયાન તક્ષશિલાને પણ રાજધાની બનાવવામાં આવી હતી.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી