IIT ગુવાહાટીમાં અભ્યાસ કરતા 22 વર્ષના પ્રણવ નાયરએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. Cerebral Palsy જેવા પડકારોનો સામનો કર્યા પછી તેને ગૂગલમાં નોકરી મળી છે.
22 વર્ષીય પ્રણવ નાયર,જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગુવાહાટી (IITG)માં અભ્યાસ કરે છે તેને અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. Cerebral Palsy જેવા પડકારોનો સામનો કરીને તેને ગૂગલમાં નોકરી મેળવી છે. પ્રણવની પ્રેરણાદાયી કહાણી તેની હિંમત, નિશ્ચય અને તેને તેના માતા-પિતા અને સંસ્થા તરફથી મળેલા અતૂટ સમર્થનનું સાક્ષી છે.
શરૂઆતમાં સમસ્યાઓનો કરવો પડ્યો સામનો
શિક્ષણમાં અને આવશ્યક ચીજ-વસ્તુઓ મેળવવામાં મુશ્કેલીઓ હોવા છતાં, પ્રણવના માતાપિતા ઇચ્છતા હતા કે તે સામાન્ય શાળાઓમાં જ અભ્યાસ કરે. પરંતુ ઘણા પ્રયાસો કરવા છતાં, શાળાઓ તેને જરૂરી સુવિધાઓ આપવામાં ખચકાટ અનુભવતી હતી, માટે તેને પ્રવેશ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પ્રણવને બાળપણમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેને ચાલવા માટે વ્હીલચેર પર નિર્ભર રહેવું પડતું હતું. આ કારણે તેમના માટે મુસાફરી અને અન્ય ઘણા કામ મુશ્કેલ હતા.
માતા-પિતાને આપ્યો શ્રેય
મુશ્કેલીઓ હોવા છતાં, પ્રણવને કેટલીક બાબતોમાં આનંદ અને સફળતા મળી, જેમ કે જાહેરમાં બોલવું. તે તેની હિંમતનો શ્રેય તેના માતા-પિતાને આપે છે, જેમણે તેને સામાન્ય વિચારથી આગળ સ્વપ્ન જોવાની તક આપી અને તેને દરેક રીતે ટેકો આપ્યો – પછી ભલે તે ભાવનાત્મક, શારીરિક અથવા નાણાકીય રીતે હોય .
બનવા માંગતો હતો ડૉક્ટર
શરૂઆતમાં પ્રણવ ડૉક્ટર બનવા માંગતો હતો, પરંતુ તેના માતા-પિતાએ તેને એવું ક્ષેત્ર પસંદ કરવાનું સૂચન કર્યું જ્યાં તેની ક્ષમતાઓ મર્યાદિત ન હોય. કોમ્પ્યુટરમાં રસ હોવાને કારણે તેનું લક્ષ્ય સોફ્ટવેર એન્જિનિયર બનવાનું બની ગયું. IITમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં સીટ મેળવ્યા બાદ પ્રણવના જીવનમાં મોટો બદલાવ આવ્યો હતો.
આ પણ વાંચો:વીંછી જન્મ લીધા પછી શા માટે પોતાની માતાને ખાય જાય છે ?
નવી ટેક્નોલોજીએ પ્રણવના જીવનને સરળ બનાવવામાં ઘણી મદદ કરી છે અને તે પોતે પણ ઇચ્છે છે કે ટેક્નોલોજી દરેકને સુલભ બનાવવી જોઈએ. IIT ગુવાહાટીમાં તેને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ પ્લેસમેન્ટ માટે , હેકાથોન, ઇન્ટર-IIT વગેરે જેવી તકોએ તેને આગળ વધવામાં ઘણી મદદ કરી.
બેંગલુરુમાં જોઇન કરશે Google
પ્રણવની IITGમાં સફળતાની કહાણીમાં Googleના ઓન-કેમ્પસ હાયરિંગ દરમિયાન બે ઇન્ટર્નશિપ મેળવવાનો પણ સમાવેશ થાય છે, જેના પગલે તેને Google તરફથીજ પ્રી-પ્લેસમેન્ટ ઓફર મળી હતી. જુલાઈમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પ્રણવ બેંગલુરુમાં ગૂગલમાં જોડાશે. પ્રણવની વાર્તા માત્ર શારીરિક પડકારોને પાર કરવા વિશે નથી, પરંતુ મુશ્કેલીઓનો સામનો કરીને પણ સીમાઓ તોડવા અને શ્રેષ્ઠ સિદ્ધિ મેળવવા વિશે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી