મહાસુદ અગિયારસ ને મંગળવાર તારીખ. ૨૦.૨.૨૦૨૪ ના દિવસે જયા એકાદશી છે.
જયા એકાદશી નુ પૂજન
જયા એકાદશી ના દિવસે સવારના વહેલા ઉઠી નિત્ય કર્મ કરી નિત્ય પૂજા કરી અને એક બાજોટ અથવા પાટલા ઉપર સફેદ અથવા પીળું વસ્ત્ર પાથરી તેના ઉપર સવા મુઠી ચોખાની ઢગલી કરી વિષ્ણુ ભગવાન ની છબી અથવા તો શ્રીકૃષ્ણ ભગવાનને રાખી બાજુમાં ચોખા ઘીનો દીવો કરો અગરબત્તી કરવી ઘરમાં શાલીગ્રામ હોય તો તે પણ રાખવા સાથે અને ચાંદલો ચોખ્ખા કરી તુલસી દલ અર્પણ કરવું ભગવાનને નાડાછડીનું વસ્ત્ર અર્પણ કરવું ભગવાનની છબી ઉપર અથવા શ્રીકૃષ્ણ ભગવાન ઉપર અને શાલીગ્રામ ઉપર અબિલ ગુલાલ કંકુ પધરાવા અગરબત્તીનો ધૂપ આપી નૈવેદ્યમાં શેરડી ને કટકા કરી અને ખાસ ધરાવા સાથે મોતીચૂરના લાડવા પણ ધરી શકાય ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની એક અથવા ત્રણ માળા કરવી એકાદશી ની કથા વાંચવી આખો દિવસ ઉપવાસ અથવા એકટાણું રહેવું. બપોરના નિંદ્રા નો ત્યાગ કરવો રાત્રિના ૧૨ વાગ્યા સુધીનો જાગરણ કરવું
જયા એકાદશીના વ્રત નુ ફળ
આવી રીતના જયા એકાદશી નું વ્રત પૂજન કરવાથી જીવન ની મુસીબતો માંથી મુક્તિ મળે છે …. જે પતિ પત્નીને ભડતુ ન હોય તો આ એકાદશી નો વ્રત કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધ સારા થશે…. તે ઉપરાંત જીવનમાં કોઈપણ બાધા હોય તે પણ દૂર થાય છેજયા એકાદશી નો બોધ
કોઈ દિવસ વડીલજનોનું ગુરુજનોનું અપમાન કરવું નહીં જીવનમાં નિયમમાં રહેવું તથા કોઈપણ ભૂલ થઈ ગઈ હોય તો તેનો પ્રાયશ્ચિત કરવું જેનાથી આપના જીવનની દરેક બાધાઓ દૂર થશે આ દિવસે ભગવાનને શેરડી ધરાવાનું મહત્વ ખાસ છે
જ્યોતિષી રાજદીપ જોશી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી