ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાઈ
આપણા સમગ્ર ભારત દેશમાં હાલ ખેડૂતો પોતાના હક્ક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનોના માર્ગે જઈ રહ્યા છે . ઘણા સમયથી ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પુરી કરી નથી.આ ખેતી પ્રદાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે. હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે. જેમાં અતિવૃષ્ટિ, વવાજોડા, કમોસમી વરસાદ,
તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે. ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ , ડીઝલ, તેમજ ખતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે. આથી ખેડૂતો કર્જ આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે.
આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ 2020/21 માં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પુરી કરવા બહેનધરી અને વચનો આપ્યા હતા. તે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ફરી એક વાર ખેડૂતોએ કોંગ્રેસ પાર્ટી સાથે મળી ઉપલેટા મામલતદારને આવેદન પત્ર પાઠવી દેશના રાષ્ટ્રપતિ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાણ કરી ખેડૂતોના પડતર પ્રશ્નો હલ કરવાની અપેક્ષા સાથે રજૂઆતો કરાઈ હતી
વિપુલ ધામેચા ઉપલેટા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી