મુંબઈનાકુખ્યાત મુફતી સલમાન અઝહરીને ગુજરાત ATSએ ઘાટકોપરથી દબોચી લીધો હતો. જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિયો વાઇરલ થતાંની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસ મુફતી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં ATSના હેડક્વાર્ટર લાવી છે. અહીંથી ટીમ ચેન્જ કરી મુફતી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવા રવાના થઈ છે.
ગુજરાત એટીએસ દ્વારા મહારાષ્ટ્ર એટીએસની મદદથી સલમાન અઝહરીને ઘાટકોપર ખાતેના તેના નિવાસસ્થાનેથી ઝડપી લઈ સ્થાનિક ચિરાગનગર પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસને જાણ કરીને ગુજરાત પોલીસ અઝહરીને ગુજરાત લાવી છે. મૌલાના મુફતીએ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું.
31 જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમ અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ વિદ્યાલય ખાતેની આ સભામાં વક્તા તરીકે મુ્ંબઈના મુફતી સલમાન અઝહરીને બોલાવવામાં હતા. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતા. તેમના ભડકાઉ ભાષણના કેટલાક અંશો તરત જ વાઇરલ થયા હતા. આ વીડિયો વાઇરલ થતાં જ જૂનાગઢ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે આ કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી અને સલમાન અઝહરીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.
ગુજરાત ATSની ટીમ મુંબઈ પહોંચી હતી કેસની ગંભીરતા જોતાં ગુજરાત ATS પણ હરકતમાં આવી ગઈ હતી. એટીએસની ટીમ મુંબઈ પહોંચી ગઈ હતી અને મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસની મદદથી સલમાન અઝહરીના ઘાટકોપર ખાતેના નિવાસસ્થાને પહોંચી તેને દબોચી લીધો હતો.. પોલીસે સ્થાનિક ચિરાગનગર પોલીસ ચોકી ખાતે તેની એન્ટ્રી કરાવી તેને ગુજરાત લાવવા માટેની કવાયત શરૂ કરી છે. જૂનાગઢ પોલીસ તપાસ કરશે
ચિરાગ પાટડીયા, અમદાવાદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં