ગૂગલે I/O 2023 માં ‘Help me Write’ નામનું ફીચર લોન્ચ કર્યું છે.આ ફીચર સેકન્ડમાં મેલ ડ્રાફ્ટ બનાવી શકે છે. આ માટે ગૂગલ તેના એડવાન્સ મશીન લર્નિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરી રહી છે.
જો તમે પણ Gmail નો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. જીમેલમાં ટૂંક સમયમાં એક નવું AI ફીચર આવી રહ્યું છે. આ ફીચર આવ્યા બાદ તમે જીમેલ પર વોઈસ કમાન્ડ દ્વારા જ ઈ-મેઈલ ડ્રાફ્ટ કરી શકશો.
તમને યાદ અપાવી દઈએ કે ગયા વર્ષે જ ગૂગલે I/O 2023 માં ‘Help me Write’ નામનું ફીચર લોન્ચ કર્યું હતું. ગૂગલનું આ ફીચર સેકન્ડમાં મેલ ડ્રાફ્ટ બનાવી શકે છે. આ માટે ગૂગલ તેના એડવાન્સ મશીન લર્નિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો :ટેક ટિપ્સ: જો તમે તમારો Wi-Fi પાસવર્ડ ભૂલી ગયા છો, તો ચિંતા કરશો નહીં, આમ જુવો બધા સાચવેલા પાસવર્ડ્સ.
નવા ફીચરને લઈને ગૂગલે તેના બ્લોગમાં કહ્યું છે કે તમારે માત્ર એક પ્રોમ્પ્ટ આપવો પડશે અને તે પછી ડ્રાફ્ટ મેઈલ તૈયાર થઈ જશે. આ પછી, તમે તમારી અનુકૂળતા મુજબ તેને એડિટ કરી શકો છો અને તેને કોઈને મોકલી શકો છો.
એન્ડ્રોઈડ ના એક રિપોર્ટ અનુસાર યુઝર્સ ટૂંક સમયમાં જ વોઈસ કમાન્ડ આપીને જીમેલમાં લખી શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવું ફીચર સૌથી પહેલા મોબાઈલ યુઝર્સ માટે આવશે.
નવા અપડેટ પછી, મેઇલ કંપોઝ કરવાને બદલે, Gmail એપ્લિકેશનમાં એક મોટું માઇક બટન દેખાશે, જેના પર ટેપ કરીને ઇ-મેલનો ડ્રાફ્ટ કરી શકાય છે. જીમેલનું આ નવું ફીચર ગયા વર્ષે ઓક્ટોબરમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું હતું.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં