જૂનાગઢ (Junagadh) સિવિલ હોસ્પિટલમાં કાળજું કંપાવનારી ઘટના
જૂનાગઢ (Junagadh) માં આજે 17 ઓગસ્ટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢ (Junagadh) સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલી 46 વર્ષીય મહિલાએ હોસ્પિટલના સાતમા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. મૃતક મહિલાની ઓળખ અંજનાબેન કિરીટભાઈ જેઠવા તરીકે થઈ છે.પ્રાથમિક માહિતી મુજબ અંજનાબેન લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ આજે સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એકલા જ આવ્યા હતા.
CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના
જૂનાગઢ (Junagadh) સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટનાના CCTV ફૂટેજમાં મહિલા સીડીઓ ચડીને સાતમા માળે પહોંચતી જોવા મળે છે. ત્યારબાદ તેઓ હોસ્પિટલના સાતમા માળે આવેલી રેલિંગ તરફ જતા દેખાય છે. થોડી જ ક્ષણો બાદ તેઓ નીચે પટકાયા હતા.હોસ્પિટલના પરિસરમાં ઘટના બનતા જ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી. મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.
માનસિક બીમારીની સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા
અંજનાબેન જેઠવા છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીની સારવાર લઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ તેઓ છેલ્લા 7થી 8 મહિનાથી જૂનાગઢ (Junagadh) સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હતા.સામાન્ય રીતે જ્યારે પણ તેઓ હોસ્પિટલમાં સારવાર માટે આવતા ત્યારે પોતાના દીકરાને સાથે લાવતા હતા. જોકે, આજે તેઓ એકલા જ હોસ્પિટલ આવ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તેઓ ડોક્ટરને બતાવવા જવાને બદલે સાતમા માળે પહોંચી ગયા હતા.જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે મહિલા છેલ્લા કેટલાક મહિનાથી માનસિક બીમારીની સારવાર માટે હોસ્પિટલમાં આવતા હતા. સામાન્ય રીતે તેઓ પોતાના દીકરાને સાથે લાવતા હતા, પરંતુ આજે તેઓ એકલા આવ્યા હતા.
સુસાઈડ નોટમાં દીકરા માટે ભાવુક સંદેશ
ઘટના બાદ અંજનાબેન પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. તેમાં તેમણે પોતાના દીકરાને સંબોધીને પોતાની વ્યથા વ્યક્ત કરી હોવાનું સામે આવ્યું છે. ચિઠ્ઠીમાં દીકરા માટે ભાવુક સંદેશ લખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત મહિલાના પાસેથી બીજી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. તેમાં તેમનું પૂરું સરનામું તેમજ તેમના પુત્રોના મોબાઈલ નંબર લખેલા હતા.પોલીસે બંને ચિઠ્ઠીઓને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : LPG e-KYCની ડેડલાઈન વધી: હવે 23 ઓગસ્ટ સુધી તક, સર્વર-એપ ડાઉનથી ગ્રાહકો પરેશાન; એજન્સીઓ પર લાંબી કતારો
પરિવારને મોબાઈલ નંબરના આધારે જાણ કરાઈ
મહિલા પાસેથી મળી આવેલી ચિઠ્ઠીમાં લખેલા મોબાઈલ નંબરના આધારે પોલીસે તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો ભારે આઘાત સાથે જૂનાગઢ (Junagadh) સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ જૂનાગઢ (Junagadh) સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મહિલાની પાસેથી મળેલી ચિઠ્ઠીઓ સહિતના પુરાવા કબજે કર્યા છે.
અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ
જૂનાગઢ (Junagadh) પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહિલાએ આ પગલું શા માટે ભર્યું અને ઘટનાની પાછળ અન્ય કોઈ કારણ હતું કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.CCTV ફૂટેજ, મૃતક પાસેથી મળેલી ચિઠ્ઠીઓ અને પરિવારજનોના નિવેદનો સહિતના મુદ્દાઓને આધારે પોલીસ સમગ્ર ઘટનાની કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે.જૂનાગઢ (Junagadh) સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં પણ ભારે ચકચાર મચી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી


