સુરત (Surat) માં પાંચ ઓગસ્ટે ભેસ્તાન વિસ્તારમાં થયેલી સતીશ મરાઠાની હત્યાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. સુરત (Surat) ક્રાઇમ બ્રાન્ચ અને તાપી જિલ્લા એલસીબીની સંયુક્ત તપાસમાં સામે આવ્યું છે કે સમગ્ર હત્યાનું કાવતરું લાજપોર સબ જેલમાંથી ઘડાયું હતું. આ કેસમાં ચાર સગીરો સહિત કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ આરોપીઓ હજુ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.
દિવસદહાડે ફિલ્મી ઢબે કરવામાં આવ્યો હુમલો
5 ઓગસ્ટે બપોરે આશરે 4:15 વાગ્યે સતીશ મરાઠા પોતાની મહિલા મિત્ર સાથે સ્વિફ્ટ કારમાં ભેસ્તાન વિસ્તારમાં પહોંચ્યો હતો. આરોપીઓ અગાઉથી તેની હિલચાલ પર નજર રાખી રહ્યા હતા.કાર રોકાતા જ હુમલાખોરોએ કારના કાચ તોડી નાખ્યા હતા. ત્યારબાદ સતીશ કારમાંથી બહાર આવતા તલવાર, કોયતા અને કુહાડી જેવા ઘાતક હથિયારો વડે તેના પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, જોકે ગોળી વાગી નહોતી. ગંભીર ઇજાઓને કારણે સતીશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
સુરત (Surat) માં જેલમાંથી ઘડાયો હત્યાનો માસ્ટર પ્લાન
સુરત (Surat) ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે હત્યાનો માસ્ટર પ્લાન લાજપોર સબ જેલમાં તૈયાર કરવામાં આવ્યો હતો.ગુજસીટોક કેસમાં જેલમાં બંધ રાહુલ સોમન મંડલે દ્વારા આરોપીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેણે જેલમાંથી હથિયારોની વ્યવસ્થા, સંપર્કો અને સમગ્ર પ્લાનિંગ તૈયાર કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.જેલમાંથી છૂટ્યા બાદ કેતન અને તેના સાગરીતોએ સગીરોની મદદથી સતીશ મરાઠાની સતત રેકી કરી હતી અને યોગ્ય તક મળતા હુમલાને અંજામ આપ્યો હતો.
તાપીમાંથી 8 આરોપીઓ ઝડપાયા
હત્યા બાદ તમામ આરોપીઓ સુરત (Surat) -ધુલિયા હાઇવે મારફતે મહારાષ્ટ્ર તરફ ભાગી રહ્યા હતા.પોલીસે તાપીના ઉચ્છલ વિસ્તારમાંથી ચાર મુખ્ય આરોપીઓ અને ચાર સગીરોને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં સામેલ છે:
- કેતન ઉર્ફે સન્ની
- રાહુલ ઉર્ફે બટકો
- કરણ ઉર્ફે પુદુલ
- અજીત ઉર્ફે જસ્ટીન
- ચાર સગીર આરોપીઓ
પોલીસે તેમની પાસેથી બે દેશી પિસ્તોલ, એક તમંચો, મેગેઝિન તેમજ ત્રણ મોપેડ કબજે કર્યા છે.
આ પણ વાંચો : છોટાઉદેપુર (chhotaudepur) માં ભારે વરસાદ બાદ 310 ટીમો એક્શનમાં: રોગચાળો રોકવા સર્વે, ફોગિંગ અને દવા છંટકાવ શરૂ
ગેંગવોર અને જૂની અદાવત બની હત્યાનું કારણ
પોલીસ તપાસ મુજબ સતીશ મરાઠા અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી ગેંગવોર અને અંગત અદાવત ચાલી રહી હતી.આરોપીઓના જણાવ્યા પ્રમાણે અગાઉ સતીશના સાગરીતોએ અજીત અને એક સગીરના બહેનોઈ પર હુમલો કર્યો હતો. ઉપરાંત દોઢ મહિના અગાઉ ગોડાદરા બ્રિજ નીચે પણ સતીશ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે બચી ગયો હતો.આરોપીઓને ભય હતો કે ભવિષ્યમાં સતીશ તેમની હત્યા કરાવી શકે છે. આથી તેમણે પહેલો હુમલો કરવાનો નિર્ણય લીધો હતો.
સતીશ મરાઠા સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સતીશ મરાઠા સામે અગાઉથી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.
તેમાં સામેલ છે:
- 2020નો સૂર્યા મરાઠી મર્ડર કેસ
- 2018નો કિશોર પિંકીબા મર્ડર કેસ
- 2026નો આશીષ સિંઘ મર્ડર કેસ
- ઇચ્છાપોર વિસ્તારમાં ફાયરિંગ અને હત્યાના પ્રયાસનો કેસ
જુલાઈ 2024માં જેલમાંથી છૂટ્યા બાદ પણ તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહી હતી.
પોલીસની તપાસ હજુ ચાલુ
સુરત (Surat) પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં હજુ ત્રણ આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.(Surat) ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ 103(1) સહિત વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ હવે આરોપીઓના અન્ય સંપર્કો, જેલમાંથી થયેલા સંચાર અને સમગ્ર ગેંગ નેટવર્કની પણ તપાસ કરી રહી છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસ તપાસ મુજબ આ કોઈ સામાન્ય હત્યા નહોતી પરંતુ મહિનાઓથી તૈયાર કરાયેલું કાવતરું હતું. લાજપોર જેલમાંથી શરૂ થયેલા પ્લાનમાં સગીરો મારફતે રેકી, હથિયારોની વ્યવસ્થા અને હુમલાની સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી હતી. સુરતમાં બનેલી આ ઘટના ફરી એકવાર ગેંગવોર અને સંગઠિત ગુનાખોરી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
