છોટાઉદેપુર (chhotaudepur) જિલ્લામાં ભારે વરસાદ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે 310 ટીમો તૈનાત કરી છે. ગામેગામ સર્વે, ફોગિંગ, દવા છંટકાવ અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
છોટાઉદેપુરમાં (chhotaudepur) ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં
છોટાઉદેપુર (chhotaudepur) જિલ્લામાં ભારે વરસાદ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા આરોગ્ય વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લામાં વેક્ટર કન્ટ્રોલ સહિત કુલ 310 ટીમોને મેદાનમાં ઉતારી ગામેગામ આરોગ્ય સર્વે, ફોગિંગ, દવા છંટકાવ અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. હવે વરસાદમાં ઘટાડો થતાં આરોગ્ય વિભાગે આગોતરા પગલાં લઈને રોગચાળો ફાટી ન નીકળે તે માટે સઘન કામગીરી હાથ ધરી છે.
છોટાઉદેપુરમાં 310 ટીમો દ્વારા ગામેગામ આરોગ્ય સર્વે
જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ છોટાઉદેપુર (chhotaudepur) જિલ્લામાં કુલ 310 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં કામગીરી કરી રહી છે. આ ટીમો ઘરેઘરે જઈ લોકોના આરોગ્યની તપાસ, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના લક્ષણો અંગે સર્વે તેમજ જરૂરી માર્ગદર્શન આપી રહી છે.સાથે સાથે ગામોમાં સફાઈ અભિયાન અને દવા છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે જેથી સંભવિત ચેપજન્ય રોગોને સમયસર નિયંત્રણમાં રાખી શકાય.
વેક્ટર કન્ટ્રોલની 5 ટીમો સતત કામગીરીમાં
આરોગ્ય વિભાગે વેક્ટર કન્ટ્રોલ માટે પાંચ વિશેષ ટીમોની રચના કરી છે. જેમાંથી ત્રણ ટીમો છોટાઉદેપુર (chhotaudepur) તાલુકામાં અને બે ટીમો (chhotaudepur) બોડેલી તાલુકામાં સતત કામગીરી કરી રહી છે.આ ટીમો મચ્છરના પ્રજનન સ્થળોની ઓળખ કરી ફોગિંગ, એન્ટી લાર્વલ દવાનો છંટકાવ તેમજ અન્ય નિયંત્રણાત્મક કામગીરી કરી રહી છે.
જિલ્લામાં અત્યાર સુધી કેટલા કેસ નોંધાયા?
આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ સર્વે દરમિયાન જિલ્લામાં વિવિધ રોગોના કેસ નોંધાયા છે.
- એક્યુટ ડાયરિયા ડિઝીઝ (ADD) – 349 કેસ
- ટાઈફોઈડ – 85 કેસ
- ઈન્ફ્લુએન્ઝા જેવા રોગ – 204 કેસ
- મલેરિયા – 2 કેસ
- ડેન્ગ્યુ – 1 કેસ
જિલ્લા આરોગ્ય વિભાગનું કહેવું છે કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ ગંભીર રોગચાળાની સ્થિતિ સર્જાઈ નથી.
તાજેતરના મહિનાઓમાં કેટલાક રોગોમાં ઘટાડો
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વિવિધ રોગોના કેસોમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતાં વરસાદ બાદ પાણી ભરાવાના કારણે ચેપજન્ય રોગોનું જોખમ યથાવત હોવાથી સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.વિભાગ દ્વારા લોકોને સ્વચ્છ પાણી પીવા, આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા તેમજ તાવ, ઝાડા કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : કુલદીપ યાદવ (kuldeep yadav) સાથે અન્યાય? 194 વિકેટ છતાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નહીં મળતાં ઉઠ્યા સવાલો
જનજાગૃતિ અભિયાન પણ શરૂ
છોટાઉદેપુર (chhotaudepur) જિલ્લામાં ફોગિંગ અને દવા છંટકાવ ઉપરાંત જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓ લોકો સુધી પહોંચીને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી બચવાના ઉપાયો અંગે માહિતી આપી રહ્યા છે.સાથે સાથે ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, પાણીના વાસણો ઢાંકીને રાખવા અને મચ્છરના પ્રજનન સ્થળો ન ઉભા થાય તેની ખાસ કાળજી રાખવા સમજાવવામાં આવી રહ્યું છે.
આરોગ્ય વિભાગે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી
જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, છતાં વરસાદ બાદ કોઈપણ પ્રકારનો રોગચાળો ફાટી ન નીકળે તે માટે તમામ ટીમો સતત મેદાનમાં કાર્યરત છે.વિભાગે લોકોને અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવા તેમજ કોઈપણ આરોગ્ય સમસ્યા જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી




