- ભારત-પાક બોર્ડર નડાબેટ ખાતે યોજાયો પતંગ મહોત્સવ
- ગુજરાતના 8 અને 16 દેશોના 42 પતંગબાજએ લીધો ભાગ
ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી જેમાં 16 દેશોના 42 પતંગબાજ, 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો હતો.
મુખ્ય અતિથિ અનિલ ઠાકુર,આઈ.જી. ફ્રન્ટીયર, હેડ ક્વાર્ટરના હસ્તે દીપ પ્રાગટય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ-વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાયો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.જ્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બેહરિન, કોલંબિયા, હંગેરી, ઇન્ડોનેશિયા, જાપાન, મડાગાસ્કર, માલ્ટા, મોરેશિયસ, મેક્સિકો, મોરોક્કો, રશિયા, સાઉદી અરેબિયા, સ્લોવેકીયા, લંકા, યુ.એસ.એ સહિતના 16 દેશોના 42 પતંગબાજ, ભારતના કેરાલા, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, તેલંગણા સહિતના 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પતંગવીરોના વિવિધ આકાર, કદ અને રંગબેરંગી પતંગો સહિત ” આઈ લવ મોદી” પતંગે લોકોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું. પતંગ મહોત્સવને નિહાળવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અને શાળાના બાળકો ઉમટી પડ્યા હતા. જેમણે પતંગબાજોને ચિયર્સ અપ કરી ઉત્સાહ વધાર્યો હતો.
દિનેશ ઠાકોર દિવ્યાંગ, બનાસકાંઠા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં