- વીરપુર જલારામ મંદિર તરફથી ૫૦ સ્વયમ સેવકો અયોધ્યા પહોચ્યા
- 22 અને 23 જાન્યુઆરીના રોજ જે મગજના પ્રસાદનું કરાશે વિતરણ
૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર જલારામ મંદિર તરફથી ૨૨ અને ૨૩ બે દિવસ તમામ દર્શનાર્થીઓને મગજનો પ્રસાદ આપવાનો છે. પ્રસાદની તૈયારી માટે વીરપુરથી જલારામ મંદિરના ૫૦ જેટલાં સ્વયં સેવકોનું મંડળ અયોધ્યા પહોંચી ગયું છે. અને ત્યાં દરરોજ પંદરથી વીસ હજાર જેટલા બોક્ષ પ્રસાદીના તૈયાર કરી રહ્યું છે.
૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને ૨૨ અને ૨૩ જાન્યુઆરી એમ બે દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવનાર છે. અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે જલારામ મંદિર તરફથી ૫૦ જેટલા સ્વયમ સેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી અઠવાડિયા પૂર્વે અયોધ્યા પહોંચી ગયું છે. આ સ્વયમ સેવકો દ્વારા જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાની સીધી દેખરેખ હેઠળ અયોધ્યા ખાતે મગજનો પ્રસાદ બનાવી રહ્યા છે. અને આ પ્રસાસ બોક્ષમાં આપવાનો હોવાથી સ્વયં સેવકો દ્વારા દરરોજ પ્રસાદ બનાવી પંદરથી વીસ હજાર બોક્ષ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.અંદાજીત ચારેક લાખ જેટલાં દર્શનાર્થીઓને મગજનો પ્રસાદ આપવાનો હોય તે બનાવવા માટે વિશાળ ટોપ, ચુલાઓ વગેરે વાસણો તેમજ અનાજ કરિયાળું પેલાંથી જ વીરપુરથી અયોધ્યા પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છેકે અયોધ્યા ખાતે પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યા તરફ થી 22 અને 23 જાન્યુઆરીના રોજ જે મગજના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તે જ રીતે વીરપુર પૂજ્ય જલારામ બાપાના મંદિરે પણ ભાવિકોને મગજનો પ્રસાદ અપાશે……….
ભાગ્યશ ડોબરીયા,વિરપુર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં