- સુપ્રીમ કોર્ટેની સુરત પોલીસના અધિકારીઓને ફટકાર, સુરત CP સહીત ટોચના અધિકારીઓને નોટીસ
- સુપ્રીમ કોર્ટે સુરત પોલીસના IPS કક્ષાના અધિકારીઓને ફટકાર લગાવી છે અને કોર્ટના આદેશનું તિરસ્કાર કરવા બદલ નોટીસ પણ પાઠવી છે
સુરતના એક બીઝનેસમેનને સુપ્રીમ કોર્ટે આગોતરા જમીન આપ્યા હતા બીઝનેસમેનને જમીન મળ્યા બાદ પણ તેને કસ્ટડીમાં રાખી, તેને ટોર્ચર કર્યા અને દોઢ કરોડની માંગણી કરી બીઝનેસમેન દ્વારા આવા આક્ષેપો સાથે ફરિયાદ કરતા સુપ્રીમ કોર્ટે સુરત પોલીસના ટોચના અધિકારીઓ સામે લાલ આંખ કરી છે અને કોર્ટના તિરસ્કાર બદલની નોટીસ પાઠવી છે સુપ્રીમે કોર્ટે કહ્યું છે કે આ અંગેનો જવાબ આપવા માટે કોર્ટ સમક્ષ હાજર રહેવું પડશે અને પોટલા-બિસ્તરા લઈને જ આવજો, તમારે સીધા જેલ ભેગું પણ થવું પડે સુપ્રીમ કોર્ટની આવી નોટીસ બાદ ગુજરાતના IPS બેડામાં ખળભળાટ મચી જવા પામી છે
સમગ્ર ઘટના શું છે ?
સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે છેતરપીંડી ના કેસમાં બીઝનેસમેન તુષાર રજનીકાંત શાહ સામે ફરીયાદ દાખલ થઇ હતી અને આ કેસ સુપ્રીમ કોર્ટ પહોચ્યો હતો. ૮ ડીસેમ્બર 2023 ના રોજ સુપ્રીમ કોર્ટે તુષાર શાહને શરતી જમીન આપ્યા હતા અને જામીન મળ્યા બાદ પણ સુરત પોલીસે બીઝનેસમેનને કસ્ટડીમાં રાખી ટોર્ચર કરી પૈસાની માંગણી કરી એવા આક્ષેપો થયા છે આ માટેની કોર્ટના તિરસ્કારન અંગેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી
બીઝનેસમેન તુષારભાઈ શાહ તરફથી હાજર થયેલા વરિષ્ટ વકીલ ઇકબાલ સૈયદ અને વકીલ મોહમ્મદ અસલમે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સર્વોચ્ય અદાલતે આગોતરા જમીન આપ્યાના ચાર દિવસ બાદ જ સુરત પોલીસે નીચલી અદાલત પાસેથી તેના રિમાન્ડ અંગેની માંગણી કરી અને મેજિસ્ટ્રેટે તેની મંજુરી પણ આપી હતી. સુપ્રીમ કોર્ટમાંથી શરતી જમીન મળ્યા બાદ પણ ૧૩ ડિસેમ્બરે તુષાર શાહને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા અને ૧૬ ડીસેમ્બર એમ ૪ દિવસ સુધી રાખવામાં આવ્યા હતા. વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોલીસ કસ્ટડીમાં તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યું હતું અને રૂ.૧.૬ કરોડની માંગણી કરવામાં આવી હતી.
પોલીસ અને સરકારને સવાલ ?
બીઝનેસમેનના વકીલોએ સુપ્રીમ કોર્ટના તિરસ્કારની અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી બાદ ફટકાર લગાવી હતી અને ગુજરાત સરકારના અધિકારીઓ અને સુરતના IPS અધિકારીઓને આકરા સવાલો કર્યા હતા સુપ્રીમ કોર્ટે ગુજરાતના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, અને ઇન્સ્પેક્ટર આર.વાય રાવલને નોટીસ પાઠવી હતી, નોટીસમાં સુપ્રીમ કોર્ટે સવાલો કર્યા હતા કે સર્વોચ્ય અદાલતમાંથી જમીન મળ્યા બાદ તપાસ અધિકારી નીચલી અદાલતને અરજી કરવાની હિંમત કેવી રીતે કરી શકે ? જામીન હોવા છતાં તેને કસ્ટડીમાં કેવી રીતે રાખી શકાય ? આ સર્વોચ્ય અદાલતના આદેશનો તિરસ્કાર છે ન્યાયધીશ બી.આર. ગવઈ અને સંદીપ મહેતાની બેન્ચે પોલીસ અધિકારીઓ અને ન્યાયિક મેજિસ્ટ્રેટ વર્તન પર ગુસ્સે થઇ હતી અને કહ્યું હતું કે આ જાણી જોઇને કરવામાં આવ્યું છે અને આ બદલ તેમણે એમજ છોડી શકાય નહી અને ટોચથી લઈને નીચે સુધીના જે પોલીસ અધિકારીઓ આમાં સામેલ છે તેની સામે પગલા લેવામાં આવશે વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રિમાન્ડ મેળવવા માટે નીચલી અદાલતમાં કરાયેલ અરજી એ કોર્ટનો તિરસ્કાર છે. નીચલી અદાલતે આપેલ ચાર દિવસની કસ્ટડી ગેરકાયદેસર છે
કોર્ટે CCTV અંગે ફટકાર લગાવી
સુપ્રીમ કોર્ટે તુષાર શાહ ને કસ્ટડીમાં રાખવામાં આવ્યા તે દિવસ દરમિયાનના CCTV માંગ્યા હતા પરંતુ પોલીસ CCTV આપી શકી ન હતી. પોલીસ વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ બિનશરતી માફીની માંગણી કરી હતી. પરંતુ બેન્ચે આમ કરવાની મનાય ફરમાવી હતી અને પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ સામે સર્વોચ્ય અદાલતના તીરસ્કારની નોટીસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચાર દિવસના રિમાન્ડ દરમિયાનના CCTV ઉપલબ્ધ નથી એનો અર્થએ છે કે આ બધું જાણી જોઇને કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ હબ છે, દેશનું બીઝનેસ સેન્ટર છે, ત્યારે આવી પરિસ્થિતિમાં CCTV કેમ કાર્યરત નથી તેનો જવાબ સુરત પોલીસે આપવો પડશે.
સરફરાઝ શેખ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી