- રાષ્ટ્રપતિ મુઈઝુ વિરુધ આવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવ
- માલદીવના ટુરીઝમ વિભાગે પણ પોતાના નેતાઓના નિવેદનો અંગેની ટીકા કરી
ભારત સાથે હોશિયારી કરવી હવે માલદીવ અને તેના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને ભારે પડી રહી છે. ભારત સાથેના સંબંધો ને ખરાબ કરવા માટે માલદીવમાં વિપક્ષ શરુઆતથી જ ત્યાની સરકારને દોશ આપી રહ્યા છે પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે ત્યાની વિપક્ષ રાષ્ટ્રપતિ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
માલદીવના રાષ્ટ્રપતિ સામે સોં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી સંસદીય લઘુમતી નેતા અલી અઝીમ દ્વારા કરવામાં આવી છે તેમણે માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુ ને સરકારમાંથી હટાવવા માટે બાકીના નેતાઓને પોતાનો સાથ આપવા માટેની અપીલ કરી છે.
લઘુમતી નેતા અલી અઝીમે કહ્યું હતું કે અમારી પાર્ટી માલદીવની વિદેશ નીતિમાં સ્થિરતા લાવવા માટે કટિબદ્ધ છે અમે માલદીવના પડોસી દેશને અમારી વિદેશ નીતિથી અલગ પડવા નહિ દઈએ તેમણે પોતાની પાર્ટી ના ટોચના નેતાઓને સવાલ કર્યો હતો કે શું તેઓ રાષ્ટ્રપતિ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર છે.
ટુરીઝમ એસો.નેતાઓની કરી ટીકા
પીએમ મોદીના લક્ષ્ય્દીપ પ્રવાસ બાદ માલદીવના કેટલાક નેતાઓ દ્વારા પીએમ મોદીની વિરુધ વાંધાજનક પોસ્ટ કરી હતી આ પછી ભારતીય શોસીયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બોયકોટ માલદીવ ( BOYCOTT MALDIVES) હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું અને સાથે ભારતીય નાગરિકોએ માલદીવ પ્રવાસ ની બુકિંગો પણ કેન્સલ કરી હતી અને ટ્રાવેલ્સ કંપનીઓના વિરોધ બાદ માલદીવની ટુરીઝમ એસો.એ પણ તેમના નેતાઓના નિવેદનોની ટીકા કરી છે માલદીવ એસો.ઓફ ટુરીઝમ ઇન્ડસ્ટ્રી એ નિવેદન આપ્યું હતું કે તેઓ ભારતીય પીએમ મોદી અને ભારતીય નાગરિક વિરુદ્ધ તેમના નેતાઓ દ્વારા કરવામાં આવેલ ટીપ્પણીઓની નિંદા કરે છે.
શોસીયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર માલદિવનો બોયકોટ શરુ થતા ટુરીઝમ એસો.જણાવ્યું હતું કે ભારત અમારો નજીકનો પડોસી દેશ છે અને સાથી દેશ છે ઈતિહાશમાં જયારે પણ કટોકટીની પરિસ્થિતિથી સર્જાઈ છે ત્યારે ભારત આપની મદદે આવ્યું છે સરકાર ની સાથે સાથે ભારતીય નાગરિકોનો પણ આભાર છે કે તેઓ અમારી સાથે ઉભા રહ્યા અને સારા સંબધો જાણવી રાખ્યા. માલદીવના પ્રવાશન ક્ષેત્રે પણ ભારત ખુબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને તેનાથી કોવીડ પછીના પ્રવાશન ક્ષેત્રે ને ખુબ મદદ મળી છે.
સરફરાઝ શેખ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી