- બોરસદના ઝારોલા ગામે ગોજારો અકસ્માત
- જંત્રાલ ગામના ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત
- ત્રણેય યુવકોની સામુહિક અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું
- સમગ્ર ગામ ચોધાર આંસુ એ રડી ઉઠ્યું
આણંદ જિલ્લાના બોરસદના ઝારોલા ગામ પાસે ગત રાત્રીના સુમારે કાર અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા જંત્રાલ ગામના ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નિપજતા ગામમાં શોક પ્રસરી ગયો હતો અને આજે બપોરે ત્રણેય યુવકોની સામુહિક અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. ઝારોલા ગામ પાસે ગત. રાત્રીના સુમારે. સર્જાયેલા અકસ્માતમાં જંત્રાલ ગામના 32 વર્ષીય સુરેશ વજેસિંહ સોલંકી,22 વર્ષીય જયેશ બુધાભાઈ પરમાર.અને 23 વર્ષીય સંજય માનસિંહ સોલંકીનાં ઘટના સ્થળે મોત નિપજતા જંત્રાલ ગામમાં અરેરાટી1 પ્રસરી જવા પામી હતી અને આજે સવારે પોસ્ટમોર્ટમ બાદ ત્રણેય યુવાનોના મૃતદેહ ગામમાં લાવવામાં આવતા ગામ હિબકે ચઢ્યું હતું. આજે બપોરે ત્રણેય મિત્રોની એક સાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ અંતિમ યાત્રામાં જોડાયું હતું. આજે. સમગ્ર ગામમાં શોકને લઈને લોકોએ ચૂલા પણ સળગાવ્યા ન હતા. ગામના સ્મશાનમાં ત્રણેય યુવકોની એક સાથે અંતિમ વિધિ કરવાંમાં આવતા મૃતકના પરિવારજનોસહિત સમગ્ર ગામ. ચોધાર આંશુએ. રડી ઉઠ્યું હતું
યુનુસ વહોરા, આણંદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી