ચોમાસું (Rain) હવે સમગ્ર ગુજરાતમાં જોર પકડી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 255 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં અંદાજે 24 ઇંચ વરસાદ (Rain) ખાબક્યો છે. અન્ય 12 તાલુકાઓમાં પણ 10 ઇંચથી વધુ વરસાદ (Rain) નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ (Rain) ને કારણે બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં કુલ ચાર લોકોના મોત થયા છે. નવસારીમાં કરંટ લાગવાથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે આણંદ જિલ્લામાં ખુલ્લી કાંસમાં ત્રણ બાળકો તણાયા હતા, જેમાં એક બાળકીનું મોત થયું હતું અને બે બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા.
બીજી તરફ, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારમાં અશ્વિન નદીમાં ફસાયેલા યુવકનું તેમજ તિલકવાડા વિસ્તારમાં પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા અન્ય યુવકનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
સવારે બે કલાકમાં જ અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ (Rain)
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 135 તાલુકાઓમાં 1 મિમીથી લઈને સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ (Rain) નોંધાયો હતો. માત્ર બે કલાકમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં 3.46 ઇંચ વરસાદ નોંધાતા સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.ભારે વરસાદ (Rain) ની સ્થિતિને ધ્યાનમાં રાખીને આજે (1 ઓગસ્ટ) અમદાવાદ, રાજકોટ સહિત કુલ 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ગાંધીનગર સહિત 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જ્યારે જૂનાગઢ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આગાહી બાદ સાવચેતીના ભાગરૂપે રાજ્યના 10 જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
આગામી 3 કલાક સૌથી ભારે, 12 જિલ્લામાં રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગના નાવકાસ્ટ મુજબ આગામી ત્રણ કલાક દરમિયાન કચ્છ, મોરબી, જામનગર, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને આણંદ જિલ્લામાં 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ (Rain) અને વીજળી પડવાની શક્યતા છે.
આ કારણે આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત સહિત રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને લોકોને ખાસ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.હવામાન વિભાગે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા તેમજ પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરી છે.
નવસારીમાં પૂરથી સ્થિતિ ગંભીર, 160થી વધુ રસ્તા બંધ
ભારે વરસાદ (Rain) ને કારણે નવસારી જિલ્લામાં પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી ગઈ છે. નદીનું જળસ્તર 28 ફૂટ સુધી પહોંચતાં ગધેવાન, કાલીયાવાડી, શાંતાદેવી રોડ સહિત શહેરનો 30 ટકાથી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે.મોસમમાં ત્રીજી વખત આવેલા પૂરના કારણે સમગ્ર જિલ્લામાં માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પંચાયત હસ્તકના 160થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ અસરગ્રસ્ત બન્યો છે. અંદાજે એક લાખથી વધુ લોકો આ સ્થિતિથી પ્રભાવિત થયા છે.
અમદાવાદમાં રેડ એલર્ટ છતાં SBI PO પરીક્ષા, ઉમેદવારોને ભારે હાલાકી
અમદાવાદમાં પણ ભારે વરસાદ (Rain) ને કારણે અનેક અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્ય સરકારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી હોવા છતાં બોપલ સ્થિત TCS iON સેન્ટર ખાતે SBI POની પરીક્ષા યોજાઈ હતી.રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોને વરસાદ (Rain) , કાદવ અને પાણી વચ્ચે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક ઉમેદવારોને જરૂરી ઝેરોક્સ ન મળતા વધુ મુશ્કેલી સર્જાઈ હતી.
વલસાડમાં પૂરની સ્થિતિ ગંભીર, લોકો મદદની રાહ જોઈ રહ્યા છે
અતિભારે વરસાદ (Rain) બાદ વલસાડ શહેરના કાશ્મીર નગર, બરુડિયાવાડ, તળિયાવાડ અને બંદર રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર પૂરના પાણી ઘૂસી જતાં સ્થિતિ ગંભીર બની છે. કાશ્મીર નગરના ફળિયા નંબર-2માં 70થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં રાશન, ઘરવખરી અને કિંમતી સામાન તણાઈ ગયો છે. પાણી ઓસર્યા બાદ સમગ્ર વિસ્તારમાં કાદવ અને ગંદકીના થર જામતા રોગચાળાની ભીતિ પણ ઉભી થઈ છે.સ્થાનિક રહીશોએ વહીવટી તંત્ર સમક્ષ જેસીબી દ્વારા સફાઈ, ફાયર બ્રિગેડથી પાણી કાઢવા, પીવાના પાણી અને વીજળીનો પુરવઠો ફરી શરૂ કરવા તેમજ દવાનો છંટકાવ કરવાની માંગ કરી છે.
વડોદરામાં હોસ્ટેલમાં પાણી ભરાતાં 150 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં મધરાત્રિ દરમિયાન વરસાદી (Rain) પાણી ઘૂસી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પરિસ્થિતિ ગંભીર બનતાં વાઘોડિયા મામલતદાર, પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્રની ટીમોએ સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કુલ 150 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા, જેમાં 100 છાત્રાઓ, 40 છાત્રો અને 10 શ્રમિકોનો સમાવેશ થાય છે.
ડેમોમાં પાણીની આવક વધતા અનેક ગામોને એલર્ટ
ભારે વરસાદ (Rain) ને કારણે રાજ્યના અનેક ડેમોમાં પાણીની આવક સતત વધી રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા ભાદર-2 ડેમનો એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ધોરાજી, ઉપલેટા અને પોરબંદર જિલ્લાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
બોટાદ જિલ્લાના ખાંભડા ડેમમાંથી પણ 1730 ક્યુસેક પાણી છોડવામાં આવતાં ખાંભડા, બેલા, કુંડલ અને ટીંબલા સહિત 9 ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લાના વાંસલ ડેમમાં પણ સતત પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો છે. તંત્રે ચુડા, ગોખરવાળા સહિતના ગામોના લોકોને નદીના પટથી દૂર રહેવા તેમજ પશુધનને સલામત સ્થળે ખસેડવા અપીલ કરી છે.
અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે વરસાદ (Rain) નો વધુ એક રાઉન્ડ
અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર થયા બાદ વહેલી સવારથી જ વરસાદ (Rain) નો વધુ એક રાઉન્ડ શરૂ થયો હતો. નરોડા, એરપોર્ટ રોડ, ઇન્દિરા બ્રિજ, ચાંદખેડા, મોટેરા, જગતપુર, ચેનપુર અને એસ.પી. રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.પશ્ચિમ અમદાવાદના વિજય ચાર રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ સિક્સ રોડ, એસ.જી. હાઇવે અને બોપલ વિસ્તારમાં પણ વરસાદ (Rain) ને કારણે અનેક માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રાજકોટમાં વૃક્ષ ધરાશાયી, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલી તિરુપતિ સોસાયટીમાં એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર પહોંચી વૃક્ષ દૂર કરવાની તેમજ પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી.રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં માઇકિંગ કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. જરૂર પડ્યે સ્થળાંતર માટે બે શેલ્ટર હોમ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.
રાણપુરમાં વીજપોલ ધરાશાયી થતાં માર્ગ બંધ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં સતત વરસાદ (Rain) ને કારણે અણીયાળી કસ્બાતી ગામથી કેરીયા ગામ જતાં માર્ગ પર ત્રણથી વધુ વીજપોલ ધરાશાયી થયા હતા. માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જતા બંને ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે.સ્થાનિક લોકોએ તાત્કાલિક વીજપોલ દૂર કરીને માર્ગ ફરી શરૂ કરવાની માંગ કરી છે.
રાજકોટમાં સિઝનનો વરસાદ 12 ઇંચને પાર
રાજકોટ શહેરમાં મધરાતથી સવારે 10 વાગ્યા સુધીમાં લગભગ 2 ઇંચ વરસાદ (Rain) નોંધાયો હતો. શહેરમાં સિઝનનો કુલ વરસાદ અંદાજે 12 ઇંચ સુધી પહોંચી ગયો છે.સેન્ટ્રલ ઝોનમાં 309 મિમી, ઇસ્ટ ઝોનમાં 280 મિમી અને વેસ્ટ ઝોનમાં 332 મિમી વરસાદ (Rain) નોંધાયો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદ (Rain) ચાલુ રહેવાની આગાહી વ્યક્ત કરી છે.
વડોદરા જિલ્લાના આ માર્ગો બંધ કરાયા
ભારે વરસાદને કારણે વડોદરા (Rain) જિલ્લામાં નીચેના માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
- કુરાલ – શાનપુર – સોખડા રોડ
- વાઘોડિયા – ગોરજ – રુસ્તમપુરા રોડ
- રાજલી – મંડાવા રોડ
- વડોદરા – ડભોઇ રોડ
તંત્રે લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
આજી-2 ડેમના 2 દરવાજા ખોલાયા, 10 ગામોને એલર્ટ
ભારે વરસાદ (Rain) ને કારણે રાજકોટ તાલુકાના આજી-2 ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે. જળસપાટી નિયંત્રિત રાખવા માટે રાત્રે 12:30 કલાકે ડેમના બે દરવાજા 0.102 મીટર સુધી ખોલી 380 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.આને પગલે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા સહિત 10 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સ્થાનિકોને નદીના પટ અને કોઝવે તરફ ન જવાની સૂચના આપવામાં આવી છે.
બોટાદના ખાંભડા ડેમમાંથી પાણી છોડાયું, 9 ગામો સાવચેત
બોટાદ જિલ્લાના ખાંભડા ડેમમાં પાણીની આવક વધતાં સવારે 6:55 કલાકે એક દરવાજો 45 સેન્ટીમીટર ખોલીને 1730 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.ખાંભડા, બેલા, કુંડલ, ટીંબલા સહિત કુલ 9 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રે લોકોને નદીના પટ, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા સૂચના આપી છે.
ધોરાજી નજીક ભાદર-2 ડેમમાંથી પાણી છોડાયું
રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે આવેલા ભાદર-2 ડેમમાં વરસાદ (Rain) ના કારણે પાણીની આવક વધતાં એક દરવાજો 0.15 મીટર સુધી ખોલવામાં આવ્યો છે.આને કારણે ધોરાજી તાલુકાના ભોળા, ભલ ગામડા, છાડવાવદર, સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચિખલિયા, સમઢિયાળા, ગણોદ, ભીમોરા સહિત અનેક ગામોને એલર્ટ જાહેર કરાયું છે.આ ઉપરાંત પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભોગસર, બિલડી, છત્રાવા, કટવાણા, કુતિયાણા, માંડવા, પસવારી, સેગ્રાસ સહિતના વિસ્તારોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
નવસારીમાં પંચાયત હસ્તકના 160 રસ્તા બંધ
ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે નવસારી જિલ્લામાં વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના કુલ 160 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
તેમાં…
- વાંસદા – 53 રસ્તા
- ગણદેવી – 33 રસ્તા
- ચીખલી – 32 રસ્તા
- નવસારી – 20 રસ્તા
- જલાલપોર – 18 રસ્તા
- ખેરગામ – 4 રસ્તા
બંધ કરવામાં આવ્યા છે.
જિલ્લા તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.
પૂર્ણા નદી હજુ ભયજનક સપાટીથી ઉપર
નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં પૂર્ણા નદી હજુ પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.
હાલ નદીઓની સ્થિતિ આ મુજબ છે…
- પૂર્ણા નદી – 28 ફૂટ (ભયજનક સપાટી 23 ફૂટ)
- અંબિકા નદી – 35.42 ફૂટ (ભયજનક સપાટી 28 ફૂટ)
- કાવેરી નદી – 25 ફૂટ (ભયજનક સપાટી 19 ફૂટ)
પૂર્ણા નદીના પાણીથી શહેરનો 30 ટકાથી વધુ વિસ્તાર હજુ પણ અસરગ્રસ્ત છે.
વાંસદામાં 17.20 ઇંચ વરસાદ, રાજ્યમાં સૌથી વધુ નોંધાયો
છેલ્લા 24 કલાક દરમિયાન નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સૌથી વધુ 17.20 ઇંચ (413 મિમી) વરસાદ (Rain) નોંધાયો છે.
તાલુકાવાર વરસાદ…
- વાંસદા – 17.20 ઇંચ
- નવસારી – 9.20 ઇંચ
- ખેરગામ – 9.16 ઇંચ
- જલાલપોર – 7.37 ઇંચ
- ગણદેવી – 6.16 ઇંચ
- ચીખલી – 5.58 ઇંચ
કાલીયાવાડી વિસ્તારમાં પૂર્ણા નદીના પાણીમાં ફસાયેલા કારચાલકનું સ્થાનિક લોકોએ સફળ રેસ્ક્યૂ કર્યું હતું.
આ પણ વાંચો : વરસાદ (Rain) નું મહા એલર્ટ: 13 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરામાં રજા | આગામી 4 દિવસ ભારે આગાહી
અરવલ્લીમાં ધનસુરામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ (Rain)
અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ (Rain) નોંધાયો છે. જેમાં ધનસુરા તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ (Rain) વરસ્યો છે.લાંબા વિરામ બાદ પડેલા વરસાદ (Rain) થી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. બીજી તરફ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ (Rain)
અમદાવાદ શહેરમાં મોડીરાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, બોપલ, શિવરંજની, આશ્રમ રોડ, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા.ચાંદલોડિયા અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને લાંબા ફેરા ફરવા પડ્યા હતા. વરસાદ (Rain) બાદ પણ પાણી ન ઓસરતાં અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
કડીમાં માત્ર 3 કલાકમાં 4 ઇંચ વરસાદ (Rain)
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં માત્ર ત્રણ કલાકમાં જ લગભગ 4 ઇંચ વરસાદ (Rain) નોંધાયો હતો.થોળ રોડ, સુજાતપુરા રોડ અને મામલતદાર કચેરી પાસે આવેલા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણ અસરગ્રસ્ત બન્યો હતો.ગુરુદેવનગર સહિત અનેક સોસાયટીઓમાં વરસાદી (Rain) પાણી ઘૂસી જતાં લોકો આખી રાત જાગતા રહ્યા હતા.
રાજકોટ કલેક્ટરે ડિઝાસ્ટર સેલની સમીક્ષા કરી
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ (Rain) ની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે મધરાત્રે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.તેમણે તમામ તાલુકાના કંટ્રોલ રૂમ, સેટેલાઇટ ફોન, વરસાદની માહિતી અને બચાવ કામગીરીની સમીક્ષા કરીને અધિકારીઓને સતત એલર્ટ રહેવા સૂચના આપી હતી.
રાજ્યમાં ચોમાસાની સ્થિતિ
ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બન્યું છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) ની આગાહી વ્યક્ત કરી છે. નાગરિકોને નદી, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ જિલ્લા તંત્ર અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતના ડેમોમાં પાણીની આવક વધી, કયા ડેમમાંથી કેટલું પાણી છોડાયું?
રાજ્યમાં સતત વરસાદ (Rain) ને કારણે અનેક ડેમોમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે. જળસપાટી નિયંત્રિત રાખવા માટે વિવિધ ડેમોના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે.
ભાદર-2 ડેમ (રાજકોટ):
- 1 દરવાજો 0.15 મીટર સુધી ખોલાયો.
- નીરની આવક અને જાવક: 673 ક્યુસેક.
- ધોરાજી, ઉપલેટા અને પોરબંદરના અનેક ગામોને એલર્ટ.
ખાંભડા ડેમ (બોટાદ):
- સવારે 6:55 કલાકે 1 દરવાજો 45 સેમી ખોલાયો.
- 1730 ક્યુસેક પાણી છોડાયું.
- ખાંભડા, બેલા, કુંડલ, ટીંબલા સહિત 9 ગામોને એલર્ટ.
આજી-2 ડેમ (રાજકોટ):
- 2 દરવાજા 0.102 મીટર સુધી ખોલાયા.
- 380 ક્યુસેક પાણી છોડાયું.
- પડધરી તાલુકાના 10 ગામોને સાવચેત રહેવા સૂચના.
વાંસલ ડેમ (સુરેન્દ્રનગર):
- સતત વરસાદ (Rain) ને કારણે ડેમ ઓવરફ્લો થયો.
- ચુડા અને આસપાસના ગામોને નદીના પટથી દૂર રહેવા સૂચના.
જિલ્લા તંત્રે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને નદી, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી





