- અમદાવાદ ચેપીરોગ હોસ્પિટલ બહેરામપુરા ખાતે હિમો ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન
- ઉદ્ઘાટન પ્રસંગે તકતીમાં ધારાસભ્યનું નામ ન લખતા રોષ વ્યક્ત કર્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેપી રોગ હોસ્પિટલ બહેરામપુરા ખાતે હિમો ડાયાલિસિસ સેન્ટર નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમના ઉદ્ઘાટનમાં તકતીમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન લખવામાં આવતા ઈમરાન ખેડાવાલા દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત સાથે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ધારાસભ્ય દ્વારા તકતી પર બ્લેક સ્પ્રે કરી દેવામાં આવ્યો હતો અને ઇમરાન ખેડાવાલા એ જણાવ્યું હતું કે જો વહીવટી તંત્ર દ્વારા આ તકતી બદલવામાં નહીં આવે તો હું પોતે આ તકતી બદલીશ ત્યારે નામને લઈને રાજકારણ ગરમાયું હતું. અને મેયરે પણ જણાવ્યું હતું કે તેઓની હલકી માનસિકતાને લઈને તેઓએ આ કર્યું છે. ત્યારે ચેપી રોગ હોસ્પિટલ ખાતે હિમો ડાયાલિસિસ સેન્ટર શુભારંભ કાર્યક્રમમાં તકતીમાં નામને લઈને રાજકારણ ગરમાયું હતું
ચિરાગ પાટડિયા , અમદાવાદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી