સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂપિયા 1550 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ઉધના પોલીસે આ કૌભાંડ સાથે સંકળાયેલા વધુ ચાર આરોપીઓને (Accused) ઝડપી છે. પોલીસે અબ્દુલરબ ચામડીયા, અમિત ચોક્સી, ચિરાગ ઉર્ફે ચાર્લી સુતરીયા અને પ્રવિણ ગઢીયાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 2.60 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
USDT મારફતે કરોડોની હેરાફેરી
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે પકડાયેલો આરોપી (Accused) અબ્દુલરબ ચામડીયા આ સમગ્ર ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ રેકેટનો મુખ્ય સૂત્રધાર છે. ફ્રોડથી મેળવાયેલા મોટાભાગના નફા સીધા અબ્દુલરબ સુધી પહોંચતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ (Accused) પરંપરાગત બેંકિંગ સિસ્ટમને ટાળવા માટે USDT (ક્રિપ્ટો કરન્સી) મારફતે નાણાંકીય વ્યવહાર કરતા હતા. આ ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા કરોડો રૂપિયાનો ગેરકાયદેસર વ્યવહાર કરવામાં આવતો હતો.
અગાઉ 15 આરોપીઓ (Accused) ઝડપાયા હતા
આ પહેલા ઉધના પોલીસે આ કેસમાં 15 આરોપીઓની (Accused) ધરપકડ કરી હતી. સતત તપાસ અને ડિજિટલ ટ્રેલના આધારે હવે વધુ આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે, જેનાથી આ ઇન્ટરનેશનલ ફ્રોડના વિશાળ નેટવર્કનો અંદાજ આવે છે. હાલ ઉધના પોલીસે ઝડપી પાડેલા આરોપીઓની પૂછપરછ કરીને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. પોલીસ માને છે કે આ રેકેટમાં હજુ અનેક લોકો સંડોવાયેલા હોઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
